News of Friday, 8th November 2024
દીવના પ્રવાસીઓ સાવધાન :માંડવી ગામના અવાવરું જગ્યાએ બોટાદના બે પર્યટકોના 3 મોબાઇલ, 11 હજાર લૂંટી લૂંટારૂ ફરાર
બોટાદના ગઢડાથી બાઇક પર આવેલા પિતરાઇ ભાઇઓને લૂંટારૂઓએ લૂંટી લીધાની ફરિયાદ બોટાદથી દીવ ફરવા આવેલા બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા

દીવમાં રાત્રિના સમય ફરવા જતા પ્રવાસીઓ માટે ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. કારણ કે દીવમાં પ્રવાસીઓ સાથે લૂંટની ઘટના બની છે. બોટાદથી દીવ ફરવા આવેલા બે પર્યટકો ચાકુની અણીએ લૂંટાયા છે.
બોટાદના ગઢડાથી બાઇક પર આવેલા પિતરાઇ ભાઇઓને લૂંટારૂઓએ લૂંટી લીધાની ફરિયાદ નોંધાઈ છે. હોટેલમાં રૂમ આપવાના બહાને 2 શખ્સો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. જેના પગલે પોલીસને જાણ કરતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
માંડવી ગામના અવાવરુ વિસ્તારમાં લૂંટારૂએ યુવકોને લઈ જઈ 3 મોબાઇલ, 11 હજાર રોકડ લૂંટી લીધા હતા. જે સમગ્ર ઘટનાની જાણ નવા બંદર મરીન પોલીસને કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, આ પ્રર્યટક સ્થળે આવા બનાવને લઈ પોલીસ કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
