<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

સુરત અલથાણ વિસ્તારમાં સુધર્મભવન SMC આવાસ રહેતા કાર ચાલકે પૂર ઝડપે આવી બે વર્ષના માસૂમને કચડી નાખ્યો

અકસ્માતમાં પ્રિત ભટ્ટ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. :અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર છોડી ફરાર

સુરતના અલથાણ વિસ્તારમાં કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો છે અહીંના  સુધર્મભવન SMC આવાસ રહેતા કાર ચાલકે પૂર ઝડપે આવી બે વર્ષના માસૂમને અડફેટે લીધો હતો આ  અકસ્માતમાં પ્રિત ભટ્ટ નામના બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું 

  અકસ્માત સર્જી કાર ચાલક સ્થળ પર કાર છોડી ફરાર થઈ ગયો હતો. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થળ પર પહોંચેલ પોલીસને હાજર મહિલાઓએ ઘેરી લીધી હતી. હાલ તો પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

(12:00 PM IST)