<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એક્ષરે ટેકનીશિયન અને સિક્યુરિટી ગાર્ડની અછત, સ્ટાફ પર કામનું ભારણ

સિક્યુરિટી ગાર્ડ, એક્ષ રે ટેકનીશ્યન સહિત અનેક કર્મચારીઓ ઓછા રાખી હાજર કર્મચારીઓ પર કામનું ભારણ આપતા અધિકારીઓનો કોઈ અંગત ફાયદો હશે..?:સ્ટાફનો અભાવ હોવાથી દરરોજ એક્ષ રે અને સોનોગ્રાફી માટે દર્દીઓની મોટી લાઈનો લાગે છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાની મોટી ગણાતી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ભલે સેવાઓ માં વધારો થયો હોય પરંતુ કેટલાક જરૂરી કાચરીઓની ભરતી નહિ કરતા ઓછા કર્મીઓથી ગાડું ગબડાવતા અધિકારીઓના કારણે હાજર કર્મચારીઓ પર કામ નું ભારણ વધુ આવે છે અને દર્દીઓ સાથે પણ દરરોજ માથાકૂટ થવાના દ્ર્શ્યો જોવા મળે છે.
   વાત કરીએ સિક્યુરિટી ગાર્ડની તો સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ઓછા હોવાથી અનેકવાર તકલીફ ઊભી થઈ છે અને ભૂતકાળમાં તો એક દર્દી ઉપર થી નીચે કુદી જતા મોત થયું હતું તેમ છતાં સિવિલ સત્તાધીશોની હજુ ઊંઘ ઊડી નથી તો શું બીજી કોઈ દુર્ઘટના બનવાની રાહ જોવાઈ રહી છે..?
આ રીતે એક્ષ રે વિભાગ માં પણ ટેકનીશ્યન ઓછા હોવાથી હાજર કમૅચારીઓ પર કામનું ભારણ પડે છે અને દરોરોજ એક્ષ રે માટે પડતી મોટી લાઈનો માં ઉભેલા દર્દીઓ પૈકી કેટલાક ની સ્ટાફ સાથે માથાકુટ પણ થાય છે આમ કેટલાક વિભાગો માં જરૂરી સ્ટાફ નહિ મૂકી ઇન્ચાર્જ અધિકારીઓ પોતાની મનમાની કરે છે કે કોઈ અન્ય કારણે સ્ટાફ વધારતા નથી એવા સવાલ હાલ ઉઠ્યા છે.
  જોકે ચર્ચાતી વાત મુજબ જો સિવિલ હોસ્પિટલ માં કયા વિભાગ માં કેટલા કર્મચારીઓ છે અને ઓન પેપર કેટલા બતાવ્યા છે એની તટસ્થ તપાસ થાય તો કદાચ મોટું કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ જણાય છે. પરંતુ ઈમાનદારી થી તટસ્થ તપાસ કોણ અને ક્યારે કરશે એ પણ એટલું જ અગત્યનું છે.સિક્યુરિટી ગાર્ડ, એક્ષ રે ટેકનીશ્યન સહિત અનેક કર્મચારીઓ ઓછા રાખી હાજર કર્મચારીઓ પર કામનું ભારણ આપતા અધિકારીઓ નો આમાં કોઈ અંગત ફાયદો હશે..?

(2:29 PM IST)