News of Friday, 8th November 2024
રક્તદાન મહાદાન : પોતાના જન્મ દીને રકતદાન કરી ભારતીય પરંપરા જાળવતો રાજપીપળા નો યુવાન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા ના એક યુવાને પોતાના જન્મ દિવસે કોઈ ફાલતુ ખર્ચ નહિ કરી પોતાનું રકતદાન કરી જરૂરિયાતમંદને આ લોહી ઉપયોગી બને તે દિશામાં અનોખો પ્રયાસ કર્યો
રાજપીપળાના કાછીયા કુલદીપનો જન્મ દિવસ હોય તેમણે રાજપીપળાની ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી માં પોતાનું બ્લડ ડોનેટ કરી પોતાનો જન્મદિન મનાવ્યો હતો. તેમનું માનવું છે કે વેસ્ટર્ન પરંપરા આજના સમય માં ખુબ વધુ પડતી જોવા મળે છે, એમાં ફાલતુ ખર્ચ નહિ કરી નર્મદા જિલ્લાના કોઈ જરૂરિયાતમંદ દર્દીને લોહીની જરૂરિયાત સમયે લોહી કામ લાગે તે માટે તેમણે રકતદાન કર્યું અને જણાવ્યું કે ભારતીય પરંપરા મુજબ ભારતીયો કોઈને કોઈ વસ્તુનું દાન કરતા હોઈ છે માટે તેઓએ પોતાના જન્મદિને રક્ત દાન કરી ભારતીય પરંપરા જાળવી રાખવા એક પ્રયાસ કર્યો છે અને અન્ય યુવાનોને પણ આમ કરવા આગળ આવવા અપીલ કરી હતી.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
