News of Friday, 8th November 2024
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ 1775 રૂપિયા ઉપલેટામાં બોલાયો : જાણો અન્ય 51 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 5,138.81 ટન કપાસની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 51 માર્કેટ યાર્ડમાં કુલ 5,138.81 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ઉપલેટા માર્કેટ યાર્ડમા 1775 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1550 રૂ. અને નીચો ભાવ 1375 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બગસરામાં 1635 રૂ., બાબરામાં 1630 રૂ., અમરેલીમાં 1606 રૂ., મોરબીમાં 1594 રૂ., ધ્રોલમાં 1592 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,138.81 ટન કપાસની આવક થઇ છે.

(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
