<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો : શહેરમાં લગાવાયા પોસ્ટરો

15 વર્ષની સગીરાને બાઇક પર બેસાડીને લઇ જનાર આરોપીનો સ્કેચ જાહેર કરાયો : ઘોડા ટાંકણી ગામનો આરોપી સગીરાને ઓળખતો હોવાનો ખુલાસો

બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. 15 વર્ષની સગીરાને બાઇક પર બેસાડીને લઇ જનાર આરોપીનો સ્કેચ જાહેર કરાયો છે. ઘોડા ટાંકણી ગામનો આરોપી સગીરાને ઓળખતો હોવાનો ખુલાસો થયો છે.

છાપરી બાજુની જાળીમાં સગીરા સાથે લાલા પરમાર અને 5 શખ્સોએ આચર્યું દુષ્કર્મ હતું. સગીરા અર્ધબેભાન થતાં આરોપી સગીરાને સીમમાં છોડી ફરાર થયા હતા. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે તપાસ હાથ ધરી છે.

અંબાજીમાં 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. સગીરાને 6 શખ્સોએ ભોગ બનાવી હોવાની ફરિયાદ નોંધાવાઇ હતી. સગીરાને કોઇ જાણભેદું વ્યક્તિ દ્વારા બાઇક પર બેસાડી ગબ્બર લઇ જવામાં આવી હતી. જાણીતી વ્યક્તિ હોવાથી સગીરા તેની સાથે ગઇ હતી. જો કે ગબ્બર નજીક 6 શખ્સો અગાઉથી છુપાયા હતા. છુપાયેલી શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા પર દુષ્કર્મ આચરી બેભાન અવસ્થામાં છોડીને શખ્સો ફરાર થઇ ગયા હતા. સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે નરાધમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(11:37 PM IST)