News of Saturday, 9th November 2024
ભરૂચ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ
દિલ્હી - મુંબઈ એક્સપ્રે વે ઉપરથી વડોદરાથી ભરૂચ તરફ આવતી આવતી ઈનોવા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ભરૂચ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી એમડી ડ્ર્ગ્સ ઝડપાયું છે.દિલ્હી - મુંબઈ એક્સપ્રે વે ઉપરથી વડોદરાથી ભરૂચ તરફ આવતી આવતી ઈનોવા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, બાતમીના આઘારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા તેને રોકી તલાશી લેતા નશાકારક એમડી ડ્રગ્સ 00.180 કિલોગ્રામ કિમત રૂપિયા 18 લાખ તથા વજન કાંટો, અંગ જડતીમાં રોકડ મળી અંદાજે 20,22,000 ના મુદ્દામાલ સાથે ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા
બનાવની મળતી માહિતી અનુસાર દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે ઉપર વડોદરાથી ભરૂચ (Bharuch) તરફ સફેદ કલરની ઈનોવા ગાડી નંબર જીજે 16 એવી 1655 માં કેટલાક અજાણ્યા ઈસમો માદક કેફી પદાર્થ લઈ વેચાણ અર્થે હેરાફેરી કરતો હોય તેવી ચોક્કસ બાતમી ભરૂચ તાલુકા પોલીસ મથકના પીઆઈ પ્રકૃતિ ઝણકાટને મળી હતી. જેથી તેઓએ પોલીસ સ્ટાફ સાથે એક્સપ્રેસ વે ઉપર વોચ ગોઠવી બાતમી વાળી ગાડી આવતા ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી 0.180 કિલોગ્રામ એમડી ડ્રગ્સ જેમાં એક ગ્રામની કિમત 10 હજાર લેખે 18 લાખનું ડ્રગ્સ તથા 3 મોબાઈલ, ડિજિટલ વજન કાંટો, અંગ જડતીમાંથી રોકડા 4920, એક ટાઈટન ઘડિયાળ, 02 લાખની ઈનોવા ગાડી મળી કુલ 20,22,520 ના મુદ્દામાલ સાથે 3 આરોપી ઘટના સ્થળ ઉપરથી ઝડપાઈ જતાં આરોપી ઈલ્યાસ અલીહુશેન મલેક (રહે.નવી નગરી શાલીમાર સોસાયટી નજીક દેરોલ ગામ) તથા અશરફ બસીર ઈદ્રીશ મુન્શી (રહે.શાલીમાર સોસાયટી દેરોલ ગામ ભરૂચ) તેમજ હનીફ અનવર વજેસંગ રાજ (રહે.નવી નગરી અંબાજી માતાના મંદિર નજીક દેરોલ ગામ ભરૂચ)નાઓને જડપી પાડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, 3 આરોપી પૈકી ઈલ્યાસ અલીહુશેન મલેક ગંભીર ગુનાના આરોપી હોવાનું સામે આવતા તેની સામે અગાઉ 2022 માં એ ડિવિજન પોલીસ મથકમાં પણ એનડીપીએસનો ગુનો દાખલ છે. કાવી પોલીસ સ્ટેશનાં તેની સામે 2023માં બળાત્કાર, સાયબર એક્ટ સહિતનો ગુનો દાખલ છે. ભરૂચ બી ડિવિજન પોલીસમાં પણ 2024 માં રાયોટિંગ તથા સબજેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખવા બાબતનો ગુનો દાખલ છે. તદ્દઉપરાંત બી ડિવિજન પોલીસમાં જ એનડીપીએસનો પણ ગુનો દાખલ થયેલો હોય જેથી ઈલ્યાસ મલેક ગુનાહિત ભૂતકાળ ઘરાવતો હોવાનું સામે આવ્યું છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
