હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સગીર દીકરીઓનાં જીવલેણ હુમલાના આરોપી પકડી સંતોષ માનવાને બદલે એ દીકરીની સારવારની તમામ વ્યવસ્થા કરી
નિરાશ થતાં નહિ પોલીસ તંત્રમાં હજુ પણ આવા અધિકારી અને સ્ટાફ છે, અમદાવાદની અનુકરણીય ઘટના : સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેકટર વડા નીરજ બડ ગુજ્જરનાં માનવીય અભિગમની સુવાસ થી એસીપી પ્રદીપસિંહ જાડેજા, પીઆઇ કુલદીપ ગઢવી ટીમને દોડવું હતું અને ઢાળ મળવા જેવું ડીસીપી રવિ સેનીનાં માર્ગદર્શનમાં થયું

રાજકોટ તા.૯ : પોલીસ તંત્રમાં અપવાદરૂપ લોકોને બાદ કરતા જે પ્રકારની છબી છે તેની સહુને જાણ છે, ફરિયાદી સાથે આરોપી જેવો વ્યહવાર, ઘણી વખત તો ફરિયાદીની વૃધ્ધા અવસ્થાનો વિચાર કર્યા વગર અણછાજતી ભાષાનો પ્રયોગ, આ બધું વાંચ્યા અને અનુભવ્યા પછી સીધા સાદા લોકોમાં એક ડરની લાગણી ફેલાતી હોય છે, ખારા રણ જેવા વિસ્તારમાં કોઈ જગ્યાએ મીઠી વીરડી મળી આવે છે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, અને આ ઘટના ખૂદ ફરિયાદી દ્વારા જ ઉજાગર કરવામાં આવી છે.
અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક એક સ્વચ્છ છબી ધરાવતા અને માનવીય અભિગમ ધરાવતા આઇપીએસ છે, યોગાનુંયોગ સેકટર વડા નીરજ બડ ગુજ્જર પણ આવા જ પ્રકારનું વલણ દાખવતા હોવાથી પોતાના સ્ટાફને નિયમિત રીતે આ પ્રકારે જ વર્તન કરવા શીખ આપતા હોય છે.
ઝોન ૬ વિસ્તારના ડીસીપી પણ આ પ્રકારે પ્રોત્સાહિત કરતા હોય સૌરાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંત જેમના પરિવારમાં પ્રથમ ક્રમે છે તેવા એસીપી પ્રદીપસિંહ જાડેજા અને પીઆઇ કુલદીપ ગઢવી માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું. જેની રસઙ્ઘદ ઘટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદમાં કેડીલા બ્રીજ નજીક રહેતા અભિકુમાર રહે છે, પોતાને ત્યાં કાર્ય કરતા કર્મચારી દારૂ પીતા હોવાની ફરિયાદ આધારે છુટ્ટા કરેલ. પાછળથી આરોપી તુષાર દ્વારા માફી માંગતા ફરી થોડો સમય રાખેલ, દરમિયાન આરોપી તુષાર દ્વારા ફરિયાદની બે સગીર દીકરીઓ પર પાઇપથી જીવલેણ હુમલો કરી રોકડ એક લાખ છોતેર હજાર, એટીએમ કાર્ડની લૂંટ કરતા ફફડાટ મચેલ.
સિનિયર અધિકારીઓ દ્વારા આરોપી કોઇપણ ભોગે પકડાઈ જાય તેવી એસીપી પ્રદીપસિહ જાડેજાને જવાબદારી સુપ્રત થતાં વટવા વિસ્તારના ગુનેગારો માટે કડક અને સામાન્ય લોકોના હમદર્દ પીઆઇ કુલદીપ ગઢવી ટીમને તપાસ સુપ્રત કરતા આરોપીને ઝડપી લીધેલ. વાત અહીથી અટકતી નથી, બન્ને દીકરીઓ પર હુમલા અંગેની સારવાર ખર્ચ મોટો હોવાથી ફરિયાદીના કહેવા મુજબ પીઆઇ કુલદીપ ગઢવી દ્વારા તબીબ સાથે ચર્ચા કરી વ્યવસ્થા કરી આપેલ. અત્રે એ યાદ રહે કે પોતાના વિસ્તારના ગરીબ વર્ગના લોકો માટે સીપી, સેકટર વડા, ડીસીપી અને એસીપીનાં માનવીય અભિગમથી પોતાના મૂળ સ્વભાવને પ્રોત્સાહન મળતા દિવાળી પર રાશન, મીઠાઈની કીટ નું વિતરણ.
પો. સબ ઇન્સ. એ.બી. ગંધા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ વિક્રમસિંઅ અ.હે. કો. અશોકકુમાર પ્રેમજીભાઇ, અ.પો.કો. ભરતભાઇદેવશીભાઇ, અ.પો.કો. અફઝલભાઇ રફીકભાઇ, અ.પો.કો. કનુભાઇ નાજાભાઇ, અ.પો.કો. એજાઝખાન ઇશાકખાન અ.પો.કો. ગૌરાંગભાઇ કાનજીભાઇ વિગેરે સેવાકાર્યના સહભાગી બનેલ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
