હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નવસારીના ગણદેવીમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ઉતારતા ભીષણ આગ લાગી :ત્રણ જીવતા ભૂંજાયા: ત્રણથી વધુ ઘાયલ
ગણદેવી તાલુકાના દેવસર ગામ પાસે એક ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં ભીષણ આગ લાગી: આગને કારણે વેરહાઉસમાં કામ કરી રહેલા કેટલાક કામદારો ફસાયા

નવસારી જિલ્લાના ગણદેવીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોને જીવતા ભૂંજાયા છે. જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના દેવસર ગામ પાસે આજે સવારે એક ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે વેરહાઉસમાં કામ કરી રહેલા કેટલાક કામદારો ફસાયા છે. જેમાં ત્રણના મોત થયા છે. જ્યારે આશંકા છે કે હજુ પણ ત્રણથી વધુ લોકો આગમાં ફસાયા છે. આગ પર કાબૂ મેળવવા માટે ગણદેવી, બેલીમોરા અને નવસારીથી ફાયર ફાયટરોની ટીમો મોકલવામાં આવી છે.
આ આગ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે ટ્રાન્સપોર્ટ વેરહાઉસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કેટલાક કામદારો ફસાઈ ગયા હતા. આગમાં ત્રણ લોકોના મોત થયા છે. આગમાં હજુ ત્રણથી વધુ લોકો ફસાયેલા હોવાનો અંદાજ છે. આગની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બેલીમોરા, ગણદેવી, નવસારી અને ચીખલી સહિતના વિસ્તારોમાંથી ફાયર ટીમોને બોલાવવામાં આવી છે. વેરહાઉસમાં વિવિધ પ્રકારના કેમિકલવાળા કન્ટેનર હોવાથી આગ વધુ ગંભીર હોવાની શક્યતા છે. આ ઘટના બતાવે છે કે રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતો અટકવાનું નામ લેતા નથી.
બે દિવસ પહેલા બુધવારે સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં અમૃતયા સ્પા અને જીમ-11માં આગ લાગી હતી. આગ જીમમાં લાગી હતી, પરંતુ ધુમાડો સ્પા સુધી પહોંચી ગયો હતો. જેના કારણે સ્પામાં કામ કરતી બે યુવતીઓના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
