<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

ગુજરાત કેડરના ર૦ર૧-રરની બેચના ૮ IPSને પોસ્‍ટીંગ અપાયું

તમામ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ થતાં ફરજ પર મૂકાયાઃ ડીવાયએસપી તરીકે નિમણુંક

અમદાવાદ તા. ૯: ગુજરાત કેડરના વર્ષ ૨૦૨૧-૨૨ના IPSની વિવિધ પદ પર ભરતી કરવામાં આવી છે. જેમાં કુલ ૮ IPSને નવી ઉભી કરાયેલી જગ્‍યાઓ પર DySP તરીકે મૂકવામાં આવ્‍યા છે. જણાવી દઈએ કે, આ તમામ IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ થતાં તેમને ફરજ પર મૂકવામાં આવ્‍યા છે.

જેમાં આયુષ જૈન - મદદનીશ પોલીસ અધિક્ષક, દહેગામ, ગાંધીનગર, જયવીર ગઢવી - મદદનીશ પોલીસ અધિક્ષક, ધારી, અમરેલી, પ્રતિભા - મદદનીશ પોલીસ અધિક્ષક, લાલપુર, જામનગર, વાગીશા જોશી - મદદનીશ પોલીસ અધિક્ષક, ધંધુકા, અમદાવાદ ગ્રામ્‍ય, રોહિત કુમાર - મદદનીશ પોલીસ અધિક્ષક, વિસાવદર, જુનાગઢ, અજય કુમાર મીણા - મદદનીશ પોલીસ અધિક્ષક, ઝઘડીયા, ભરૂચ, સુમન નાલા - મદદનીશ પોલીસ અધિક્ષક, દાંતા, બનાસકાંઠા, સિમરન ભારદ્વાજ - મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી, રાજકોટ ગ્રામ્‍યમાં નિમણુંક કરાઇ છે.

(2:28 PM IST)