News of Saturday, 9th November 2024
CCA ભરતી પરિક્ષાનુ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિવાઇઝડ રીઝલ્ટ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર મુકવામાં આવશે
રિઝલ્ટમા સમાવેશ થતા ઉમેદવારોએ ૩ દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે :ગૃપ A પરીક્ષા નિયત કાર્યક્રમ મુજબ લેવામાં આવશે

અમદાવાદ તા.૯ :CCA ભરતી પરિક્ષા ને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિતી મુજબ આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિવાઇઝડ રીઝલ્ટ પ્રસિદ્ધ થઇ શકે છે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર રિવાઈઝડ રીઝલ્ટ મુકવામાં આવશે.
CCA ની ભરતી પરિક્ષાના રિઝલ્ટની ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આજે તેમની આતુરતાનો અંત આવી શકે તેમ લાગી રહ્યું છે. જેમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રિવાઇઝડ રીઝલ્ટ પ્રસિદ્ધ થઇ શકે છે. ત્યારે તાજેતરમાં જ આ માહિતી મળતા ઉમેદવારો પરિક્ષાના રિઝલ્ટને લઇને ઉત્સુક જોવા મળ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટના ઓર્ડર અન્વયે જા.ક્ર. 212/202324 #CCE રિવાઇઝડ રીઝલ્ટ આજે 5 વાગ્યા સુધીમાં પ્રસિદ્ધ થશે.અગાઉના રિઝલ્ટ માંથી કોઈ ઉમેદવાર બહાર નહી થાય. જેમનો સમાવેશ થાય છે તેઓએ ૩ દિનમાં #ઓનલાઈન_ એપ્લિકેશન કરવાની થશે. Group A Exam નિયત કાર્યક્રમ મુજબ લેવાશે
ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર સાંજે રિઝલ્ટ મુકવામાં આવનાર છે. જોકે અગાઉના રિઝલ્ટના ઉમેદવારને બહાર કરવામાં આવશે નહી. તથા આમાં સમાવેશ થતા ઉમેદવારોએ ૩ દિવસમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
ઉપરાંત વધુમાં મળતી માહિતી મુજબ ગૃપ A પરીક્ષા નિયત કાર્યક્રમ મુજબ લેવામાં આવશે. જેમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ મૂજબ ફેરફાર થઇ શકે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
