<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

સેમિકન્‍ડકટર નીતિ લાગુ કરનાર ગુજરાત ભારતનું પહેલું રાજય

રાજય સરકારે ‘ગુજરાત રાજય ઇલેકટ્રોનિકસ મિશન'ની સ્‍થાપના કરીઃ પ૩ હજાર નવી રોજગારીની તકો ઉભી થશે

અમદાવાદ તા. ૯: ગુજરાત સેમિકન્‍ડક્‍ટર નીતિ લાગુ કરનાર ભારતનું પહેલું રાજ્‍ય બન્‍યું છે. ગુજરાત સરકારે દેશની પહેલી ‘ગુજરાત સેમિકન્‍ડક્‍ટર નીતિ ૨૦૨૨-૨૦૨૭'ની શરુઆત કરી છે. આ ઐતિહાસિક નીતિના અમલીકરણની ખાતરી કરવા માટે, રાજ્‍ય સરકારે ‘ગુજરાત રાજ્‍ય ઈલેક્‍ટ્રોનિક્‍સ મિશન'ની સ્‍થાપના કરી છે. જે સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્રે આત્‍મ નિર્ભરતામાં રાજ્‍યના નેતળત્‍વને આગળ વધારવાના ઉદ્દેશ્‍યને સમર્પિત સંસ્‍થા છે.

સેમિકન્‍ડક્‍ટર નીતિ હેઠળ, ગુજરાત સરકારે સેમિકન્‍ડક્‍ટર કંપની માટે સહાયક ઇકોસિસ્‍ટમ ઊભી કરી છે. રાજ્‍યના વિજ્ઞાન અને ટેક્રોલાપ્રજી વિભાગના જણાવ્‍યા પ્રમાણે, આ પહેલ સાથે રાજ્‍યની ચાર મોટી સેમિકન્‍ડક્‍ટર મેન્‍યુફેક્‍ચરિંગ કંપનીઓ નવા પ્રોજેક્‍ટ્‍સમાં કુલ ૧.૨૪ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. તેનાથી ૫૩ હજાર નવી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

ભારત સરકારે વડાપ્રધાન મોદીના નેતળત્‍વમાં ૨૦૨૧માં ‘ઇન્‍ડિયા સેમિકન્‍ડક્‍ટર મિશન'ની શરુઆત કરી હતી. આ માટે ૭૬ હજાર કરોડ રૂપિયાનું પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવ્‍યું છે. ભારતનું સેમિકંડક્‍ટર બજારનું મૂલ્‍ય ૨૦૨૦માં ૧૫ અરબ ડોલર હતું, જે ૨૦૨૬ સુધી ૬૩ અરબ ડોલર વટાવી દેશે તેવું અનુમાન છે.

(2:37 PM IST)