હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં આગામી અઠવાડીયું બેવડી ઋતુ અનુભવાશે
તાપમાનમાં પરિવર્તનની અસર દેખાતાં બપોરના ગરમીનો અહેસાસ

અમદાવાદ તા. ૯: ગુજરાતમાં આગામી સાત દિવસ બેવડી ઋતુનો અહેસાસ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાવાને લીધે તાપમાનમાં પરિવર્તનની અસર દેખાતાં સવારના સમયે ઠંડી અને બપોરના ગરમીનો અહેસાસ થાય છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મહત્તમ ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, આણંદ, અરવલ્લી, ખેડા, પોરબંદર, મહીસાગર, વડોદરા, સુરત, તાપી, વલસાડ, સહિતના જિલ્લાઓમાં ૩૫ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શકયતા છે. તથા સુરેન્દ્રનગર મોરબી, નવસારી, પાટણ, અમરેલી, જૂનાગઢ, ભરૂચ, બોટાદ, રાજકોટ, સહિતના જિલ્લાઓમાં ૩૬ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શકયતા છે.
જ્યારે ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, અમરેલી, તાપી, આણંદ, જૂનાગઢ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન ૨૧ ડિગ્રી રહી શકે છે. તેમજ ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં ૨૦ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
