હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરમી યથાવતઃ ૧૭ મી સુધી મહતમ તાપમાન ૩પ થી ૩૭ ડીગ્રી વચ્ચે રહેશેઃ ૧૭મીએ સવારનું વાતાવરણ ખુશનુમા જોવા મળશે
૧૩ મી સુધી પવન ઉત્તર દિશામાંથી ફુંકાશે, બાદ ઉત્તર પુર્વ અને પુર્વ દિશામાંથી ફુંકાશેઃ આગાહી સમયમાં ન્યુનતમ તાપમાનમાં ત્રણેક ડીગ્રીનો ઘટાડો થશેઃ અશોકભાઇ પટેલ

રાજકોટ : ગરમીમાં રાહત મળવાની સંભાવના નથી. આગામી ૧૭ મી નવેમબર સુધીમાં મહતમ તાપમાન ૩પ થી ૩૭ ડીગ્રી વચ્ચે રહેશે. આવતા સપ્તાહમાં ન્યુનતમ તાપમાનમાં ત્રણેક દિવસનો ઘટાડો થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ ૯ થી ૧૭ નવેમ્બર ૨૦૨૪ સુધીની આગામી કરતા જણાવેલ કે, ૧૩ નવેમ્બર સુધી પવન મુખ્યત્વે ઉત્તર દિશાથી ફૂંકાવાની સંભાવના છે, ત્યારબાદ પવન ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશામાં ફૂંકાવાની સંભાવના છે. વાતાવરણ મોટે ભાગે સ્વચ્છ રહેશે. ૧૨ તારીખ પછી ના સમય માં ઉપલા લેવલ ના વાદળ બેક દિવસ દેખાય. મહત્તમ તાપમાન અંદાજે 1°C થી 2°C ઘટાડો થવાની શકયતા હોવા છતાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. હાલનું ઘણા સેન્ટરો નું નોર્મલ મહત્તમ તાપમાન આશરે ૩૪°C છે, અને આ તાપમાન આગાહી સમય ના અંત સુધી માં ૩૩°C થઇ જશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ગરમ સેન્ટરો માં મહત્તમ તાપમાન ની રેન્જ ૩૫°C થી ૩૭.૫°C સુધી રહી શકે છે. હાલમાં ન્યુનત્તમ તાપમાન માં ૨°C થી ૪°C ઉંચુ છે. આગાહી સમય દરમિયાન ન્યુનત્તમ તાપમાનમાં લગભગ ૩°Cનો ઘટાડો થવાની શકયતા છે. ખાસ કરીને ૧૭મીએ સવારનું તાપમાન નીચુ જોવા મળશે એટલે કે નોર્મલ નજીક આવી જશે.
IMD પરિબળો આ મુજબ છે.
આજે, ૯ નવેમ્બર ૨૦૨૪ના રોજ, બપોરે ૦૮.૩૦ કલાક IST પર, દક્ષિણ-પશ્રિમ બંગાળની ખાડીમાં ૩.૬ કિ.મી. ઉંચાઈએ સાયક્લોનિક સકર્યુલેશન યથાવત છે. તેના પ્રભાવ હેઠળ, આગામી ૩૬ કલાકમાં તે જ વિસ્તારમાં લો -પ્રેશર એરિયા બની શકે છે. આ લો પ્રેશર એરિયા આગામી ૨ દિવસોમાં ધીમે ધીમે પશ્રિમ દિશામાં તમિલનાડુ / શ્રીલંકા કિનારા તરફ ગતિ કરી શકે છે.
ઉપરોક્ત યુએસી થી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી ૩.૧ કિ.મી. ઉંચાઈ પર એક ટ્રફ છે.
દક્ષિણ-પૂર્વ અરબી દરિયા અને તેની આસપાસના લક્ષદ્વીપ વિસ્તારમાં આવેલ યુએસી હવે દક્ષિણ અરબી દરિયાના મધ્ય ભાગોમાં, ૩.૧ કિ.મી. ઉંચાઈ સુધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
