News of Saturday, 9th November 2024
પાટણમાં જલારામ બાપાના જન્મોત્સવની ધામધૂમ- પૂર્વક ઉજવણી સંપન્નઃ ભવ્ય શોભાયાત્રા નિકળી
રકતદાન શિબિર, યજ્ઞ, સન્માન-સંતવાણી કાર્યક્રમો સહિત સંગીતમય ડાયરાની રમઝટ સાથે કાર્યક્રમ સંપન્ન : મોટી સંખ્યામાં ઠકકર સમાજ ઉમટી પડયોઃ પૂ. બાપાની મહાઆરતી અને પારણું ઝૂલાવવા ભકતોનું ઘોડાપુર ઉમટયું: પાટણના જલારામ મંદિરનો રજતજયંતિ મહોત્સવ પણ ધામધુમથી સંપન્ન

( જયંતીભાઇ ઠક્કર દ્વારા) તા . ૯: પાટણ શહેર અને જિલ્લામાં આજે સેવાના ભેખધારી પૂ. જલારામ બાપાનો ૨૨૫મો જન્મતોસ્વ ધામધૂમથી યોજાયો હતો. પાટણનાં જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા આજે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોહાણા કક્કર સમાજના પરિવારોભકતગણ અને અન્ય પૂ. બાપાના સેવકો, ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા. પૂ. બાપાના ૨૨૫માં જન્મોત્સવની ઉજવણીનાં ભાગરૂપે ભાજે શુક્રવારે સવારથી જ મંદિર ખાતે વિવિધ વિધિવિધાનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં આજે યજમાનોની ઉપસ્થિતિમાં યજ્ઞનો ઙ્કારંભ મંદિર સંકુલમાં યોજાયો હતો. ત્યારબાદ પૂ. બાપાની મનોરમ્ય આરતી-પુજા કરાઈ હતી.
આ પહેલાં સવારે પૂ. બાપાનો શણગાર, સિધ્ધપુર સંઘનું સ્વાગત પ્રાતાઃ આરતી. તુલસીપૂજન, પૂ.બાપાનો અભિષેક, વીરબાઈ અને ભોજલ રામબાપા, ઘોકાઝીળી, પાદુકાનું પૂજનવિધિ કરાયા હતા. જ્યારે દેવદેવીઓના અલંકારોની વષાોની અર્પણવિધિ, ધ્વજારોહણ, પૂ. બાપાના જન્મોત્સવનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું. મહાઆરતી કરાઈ હતી.
બાદમાં બપોરે બે વાગે પૂ. બાપાની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રા નીજ મંદિરેથી પ્રસ્થાન પામી શહેરનાં મુખ્ય રાજમાર્ગો ઉપર નિસરી હતી. શહેરીજનો અને લક્કર સમાજે મોટી સંખ્યામાં પૂ. બાપાને નગરચર્યા કરતા દર્શન કર્યા હતા. બાદમાં નીજ મંદિરેપરત આવી હતી.અત્રે સાંજે પૂ. બાપાની આરતી કરાઈ હતી તથા રાત્રે ૯-૩૦ કલાકે પાટણનાં ખાડિયા મેદાનમાં ભવ્ય લોકડાયરો યોજાથી હતો. જેમાં લીક કલાકાર બ્રિજદાન ગઢવીએ ગીત સંગીત-ભજનની રમઝટ મચાવી હતી.
આ પ્રસંગે આજે ખાડીયા મેદાનમાં પૂ. જલારામ બાપાની ૨૨૫ જન્મજયંતિ નિમિત્તે ૨૨૫ જેટલી બોટલો એકત્ર કરવાનાં લક્ષ્યાંક સાથે મહારકતદાન શિબિર યોજાયો હતો. જેમાં પાટણ સેટરીકલબ, અમદાવાદની યુ.એન. મહેતા બ્લડ બેંક, પાટણની ઈન્ડિયન રેડકોસ સોસાયટીના પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પૂ. બાપાની ૨૨૫મી જન્મજયંતિની
ઉજવણીની સાથે સાથે પાટણનાં જલાસમ મંદિરની રજત જયંતિ મહોત્સવ પણ યોજાયો હતો. જેના ભાગરુપે તા. ૭-૧૧-૨૪નાં રોજ ખાડીયા મેદાન ખાતે રાત્રે રામધૂન, ભજન સંધ્યા. સંત આધારપ્રવચન, સન્માન કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગોએ પાટણ જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નારણભાઈ ઠક્કર સહિત તમામ ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
