<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

તાના-રીરી મહોત્‍સવનો ૧૦ નવેમ્‍બરથી પ્રારંભઃ ઐતિહાસિક શહેર વડનગર ખાતે બે-દિવસીય સમારોહમાં સંગીત ક્ષેત્રના પ્રસિદ્ધ કલાકારો ગાયન-વાદન રજૂ કરશે

પંડિત નીરજ એન્‍ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર શાષાીય ગાયન તથા લોકગાયક ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ ગાયન અને શશાંક સુબ્રમણ્‍યમ વાંસળી વાદનથી શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કરશે : આ વર્ષે વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડૉ. શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલીને તાના-રીરી એવોર્ડ એનાયત કરવામાં આવશેઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ૨૦૦૩માં વડનગર ખાતે તાના-રીરી મહોત્‍સવની શરૂઆત કરવામાં આવી હતીઃ વડનગરમાં ૫૫૦ વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે

ગાંધીનગર, ૦૯ : ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરની ઓળખ તેનો ઇતિહાસ અને સમળદ્ધ કલા વારસો છે. આ નગરી સંગીત, કળા, ગાયન, વાદન અને નળત્‍યના પ્રસાર-પ્રચાર માટે સુવિખ્‍યાત બની છે. વડનગરમાં ૫૫૦ વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે. સંગીતની આ પરંપરા અને વારસાને આજે તાના-રીરી મહોત્‍સવ થકી વૈશ્વિક સ્‍તરે પ્રસિદ્ધિ મળી છે, જેનો શ્રેય આપણા દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીને જાય છે. વર્ષ ૨૦૦૩માં ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્ર મોદીએ પોતાના વતન વડનગરથી તાના-રીરી મહોત્‍સવની શરૂઆત કરી હતી. ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્‍ત ઉપક્રમે સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક સુદ નોમ અને દશમના દિવસે સંગીતનો આ અનોખો મહોત્‍સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ મહોત્‍સવ ૧૦ અને ૧૧ નવેમ્‍બરે તાના-રીરી સમાધિ સ્‍થળ ખાતે યોજાવાનો છે જેમાં શ્રોતાઓ પંડિત નીરજ એન્‍ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર તથા ઓસમાણ મીર, પાર્થિવ ગોહિલ, શશાંક સુબ્રમણ્‍યમ વગેરે કલાકારોનો સંગીત સમારોહ માણી શકશે.મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ઉપરાંત, પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ, ક્‍લાઈમેટ ચેન્‍જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને ગળહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તાના-રીરી મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહેશે. તાના-રીરી એવોર્ડથી સન્‍માનિત શાષાીય સંગીતની મહિલા પ્રતિભાઓને ૨.૫૦ લાખનો રોકડ પુરસ્‍કાર, તામ્ર પત્ર અને શાલ અર્પણ કરવામાં આવે છે.શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શરુ કરેલા તાના-રીરી મહોત્‍સવમાં દેશના પ્રખ્‍યાત કલાકારો વડનગરની ઐતિહાસિક ભૂમિ પર તેમની સંગીતકળા રજૂ કરવા પધારે છે. આ વર્ષે પણ તા. ૧૦ અને ૧૧ નવેમ્‍બર ૨૦૨૪ના રોજ આયોજિત તાના-રીરી મહોત્‍સવમાં લોક-યિ કલાકારો ગાયન-વાદનની કલા રજૂ કરશે. ૧૦મી નવેમ્‍બર, રવિવારે નીરજ એન્‍ડ અમી પરીખ ગ્રુપ તેમજ કુ. મૈથિલી ઠાકુર શાષાીય ગાયન રજૂ કરશે. તો જાણીતા લોકગાયક ઓસમાણ મીર તેમના ગાયનથી શ્રોતાઓને ડોલાવશે. ૧૧મી નવેમ્‍બર, સોમવારે શ્રી શશાંક સુબ્રમણ્‍યમ વાંસળી વાદન અને પાર્થિવ ગોહિલ એન્‍ડ ગ્રુપ સંગીતના સૂરો રેલાવીને આ સમારોહ યાદગાર બનાવશે.

(4:09 PM IST)