<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

વડોદરામાં ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના નામે યુવકને 34 કલાક ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવ્યા

250 કરોડનો યુવાન પર મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી

નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર વડોદરામાં સાયબર ગુનેગારોએ હદ વટાવી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચૂડના નામે ડિજિટલ એરેસ્ટ કર્યું હોવાની ઘટના સામે આવી છે. 250 કરોડનો યુવાન પર મની લોન્ડરિંગનો કેસ હોવાનું કહી રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.

રાત્રે 2 વાગ્યે પણ યુવકને લાઈટો ચાલુ રાખી સુવા જણાવ્યું હતુ. બપોરે 12 વાગ્યાથી બીજા દિવસે રાત્રે 10 વાગ્યા સુધી એરેસ્ટ રાખ્યા હતા. યુવાનને 34 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરીને 1.65 લાખ રુપિયા પડાવ્યા છે. આ સાથે જ સાયબર ગુનેગારોએ પીડિતને કોઈને જાણ ન કરવા માટે જણાવ્યુ હતું. કોઈને જાણ કરશો તો 3 વર્ષની જેલ થશે તેવી ધમકી આપી હતી.

(6:43 PM IST)