હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
22 નવેમ્બર બાદ ફરી મોસમનો મિજાજ બદલાશે : માવઠાની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી
18 થી 24 નવેમ્બરની આસપાસ વધુ એક ચક્રવાત બનવાની શક્યતા: ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે: ગાત્રો થીજવતી ઠંડી તો 22 ડિસેમ્બર બાદ જ પડશે

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસું લાંબા સમય સુધી રહ્યું અને સારા એવા પ્રમાણમાં વરસાદ પણ વરસ્યો છે. જો કે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન છતાં હજુ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી. અત્યારે ગુજરાતમાં દિવસભર આકાશમાંથી આકરો તાપ વરસી રહ્યો છે, પરંતુ કેટલાક ભાગોમાં મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાય છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષોપ ન આવે, ત્યાં સુધી કાતિલ ઠંડી પડવાની શક્યતા નહીવત છે. આ પશ્ચિમી વિક્ષોપ સાથે અરબ સાગરના ચક્રવાતી પવનો ફૂંકાય, તો માવઠું પણ થઈ શકે છે.
આગામી 14 નવેમ્બર બાદ એક પછી એક પશ્ચિમી વિક્ષોપ આવી શકે છે. જેમાં 17 થી 20 નવેમ્બરમાં મજબૂત પશ્ચિમી વિક્ષોપ આવી શકે છે. જ્યારે 11 થી 13 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રેશર બની શકે છે. જેના કારણે 18 થી 24 નવેમ્બરની આસપાસ વધુ એક ચક્રવાત બનવાની શક્યતા છે. જ્યારે ડિસેમ્બરની શરૂઆતમાં પણ ચક્રવાત જોવા મળી શકે છે.
આ સિવાય 15 નવેમ્બર બાદ અરબ સાગરમાં પણ એક પછી એક સિસ્ટમ બનશે. પૂર્વીય દેશોના ટાયકૂનની અસર પણ બંગાળના ઉપસાગરમાં જોવા મળી શકે છે. જેથી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સિસ્ટમની શક્યતા રહેતા 22 નવેમ્બર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે માવઠું પડવાની પણ શક્યતા રહેશે.
જો ઠંડીની વાત કરીએ તો, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે. જો કે ગાત્રો થીજવતી ઠંડી તો 22 ડિસેમ્બર બાદ જ પડશે. અત્યારે 11 નવેમ્બર બાદ ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી થવાની શક્યતા રહેતા સવારના પહોંરમાં ઠંડા પવનોની અસર રહી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
