હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી કંટાળીને 21 વર્ષના યુવકે આપઘાત કરતા ચકચાર
ચિરાગ પ્રતાપ રાઠોડ નામના યુવકે જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતુ મુકીનેઆત્મહત્યા કરી લીધી

અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી કંટાળીને 21 વર્ષના એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ચિરાગ પ્રતાપ રાઠોડ નામના યુવકે આપઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. યુવકે જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતુ મુકીનેઆત્મહત્યા કરી લીધી હતી.
મૃતક ચિરાગ રાઠોડે અંતિમ પગવું ભરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં ચિરાગે લખ્યું હતું કે હું અને મારા પપ્પા બેકસુર છીએ. સોરી માય ફેમીલી, હું તમને છોડીને જાઉં છું. પ્રાથમિક તપાસમાં બુટલેગરના ત્રાસતી કંટાળીને ચિરાગે આપઘાત કર્યોહોવાની ચર્ચા છે.
એક મહિના પહેલા ચિરાગે બુટલેગર વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ અરજીની અદાવત રાખીને બુટલેગર યુવકને હેરાન કરતો હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
