હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાવ ચૂંટણીમાં ભાજપમાં આંતરિક વિખવાદ :પૂર્વ મહામંત્રીનો મોટો દાવો : કહ્યું કે 98 ટકા ચૌધરી મત માવજીભાઈને મળશે
ભાજપના પૂર્વ મહામંત્રી અને ભાભર APMCના પૂર્વ ચેરમેન લાલજી પટેલે અપક્ષ ઉમેદવાર માવજીભાઈને ખુલ્લું સમર્થન જાહેર કર્યું

બનાસકાંઠાની વાવ પેટાચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલીઓ વધી રહી છે. ભાભર તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અને ભાભર APMCના પૂર્વ ચેરમેન લાલજી પટેલે અપક્ષ ઉમેદવાર માવજીભાઈને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે.
લાલજી પટેલે જણાવ્યું કે, "હું ભાજપ સાથે નહીં, પણ મારા ચૌધરી સમાજ સાથે છું. ચૌધરી સમાજના 98 ટકા મત માવજીભાઈ પટેલને મળશે." તેમણે દાવો કર્યો કે મારા જેવા ભાજપના અનેક કાર્યકરો માવજીભાઈના સમર્થનમાં છે.
પટેલે સ્વરૂપજી ઠાકોર વિશે આકરા પ્રહાર કરતા કહ્યું, "અમારો માત્ર સ્વરૂપજી ઠાકોરનો વિરોધ છે. લોકસભાની ચૂંટણીમાં તેમણે ગેનીબેનને મદદ કરી હતી, જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન માટે બિલકુલ મહેનત કરી નહોતી."
તેમણે ઉમેર્યું કે જો ભાજપે ઠાકોર સમાજના અન્ય ઉમેદવારને ટિકિટ આપી હોત તો તેઓ ચૂંટણી લડ્યા ન હોત. "પક્ષે અમારી સામે જે કાર્યવાહી કરવી હોય તે કરે," તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
