હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારી શિક્ષકોની જિલ્લા ફેરબદલીનું સમય પત્રક જાહેર
શિક્ષમણમંત્રી કુબેર ડીંડોર દ્વારા ટવીટર પર જાહેરાતઃ ૧૪ મીથી જિલ્લા વિભાજન કેમપ

અમદાવાદઃ સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકોની જીલ્લા ફેરબદલીનું સમયપત્રક જાહેર કર્યું છે. શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે X પર ટ્વીટ કરી જાહેરાત કરી હતી. વતન જવાની રાહ જોતા શિક્ષકોને હવે વત જવાની તક મળશે.
શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ અને ૨ ના ઠરાવથી વિધાસહાયક/પ્રાથમિક શિક્ષક/ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના બદલી નિયમો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
શિક્ષણ વિભાગના તા- ૧૧/૦૫/૨૦૨૩ ના કરાવથી પ્રસિધ્ધ બદલી નિયમોના પ્રકરણઃ- એલ અને એમ માં જિલ્લા ફેર એકતરફી ઓફવાઈન અને જિલ્લા એતરફી ઓનલાઇન બદલી માટે જોગવાઇ કરવામાં આવેલ છે.
ઉક્ત જોગવાઈ મુજબ આ સાથે સામેલ સમય પત્રક મુજબ ખાપના જિલ્લા/નગર શિક્ષણ સથિતિ હસ્તક ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકતા નીચે મુજબ બદલી કેમ્પ આયોજિત કરવા સૂચના આપવામાં આવે છે.
જિલ્લા વિભાજન કેમ્પ
તા:- ૧૪/૧૧/૨૦૨૪(લાગુ પડતા જિલ્લા માટે)
જિલ્લા ફેર બદલી (ઓફ લાઈન)
તા:- ૨૦/૧૧/૨૦૨૪ (ધો-૧ થી ૫) - લાગુ પડતા જિલ્લા/નગર માટે
તાઃ-૨૧/૧૧/૨૦૨૪ (ધો-૬ થી ૮) - લાગુ પડના જિગ્યા/નમર માટે
. જિલ્લા ફેર બદલી (ઓન લાઈન)
તાઃ- ૨૩/૧૧/૨૦૨૪ થી તા- ૧૪/૧૨/૨૦૨૪ (પ્રથમ તબક્કો) તા-૧૬/૧૨/૨૦૨૪ થી તા:- ૩૧/૧૨/૨૦૨૪ (જનરલ તબક્કો)
જે જિલ્લાઓ/નગરમાં વિભાગ વિષય મુજબ જિલ્લા ફેર પરલી માટેની પ્રતિક્ષા યાદી પૂર્ણ થયેલ નથી તેવા જિલ્લાઓ/નગરમાં ઉક્ત દર્શાવેલ સમયપત્રક મુજબ જિલ્લા ફેર બદલી કેમ્પ ઓફલાઈન પદ્ધતિથી કરવાના રહેશે. જિલ્લા ફેર ઓફલાઇન બદલી કેમ્પ માટે આપના જિલ્લા/નગરની ખાલી જગ્યાઓને ખાને લઈ ઠરાયની જોગવાઈ મુજબ પ્રતિક્ષા યાદીના બે થી ત્રણ ગણા ઉમેદવાર બોલાવવાના રહેશે જેથી ખાલી રહેલ જગ્યાઓ માટે તબક્કો કરવાની જરૂરીયાત રહે નહી.
01.જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનું રહેશે. તથા Password બદલીને ખાલી જગ્યાઓની પોર્ટલ પર એન્ટ્રી કરવાની રહેશે.
02.ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે તમામ પ્રકારની બદલીમાં જે પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક મહેકમના કારણે છૂટા ન થયેલ હોય તેવા કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને જે શાળામાં હુકમ કરવામાં આવ્યો છે. તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે.
03.આપના જિલ્લામાં કાર્યરત શાળાઓની વિગતો અનુસાર (તાલુકાનું નામ, શાળાનું નામ, શાળાનાં ડાયસકોડ, પે-સેન્ટર નામ અને કેન્દ્રના વિશે તેમજ ઓક્ટોબર-૨૦૨૪ની સ્થિતિએ શાળાના માસિક પત્રકોની ચકાસણી કરીને જ તા:-૩૧/૧૦/૨૦૨૪ની સ્થિતિએ નિવૃતિથી ખાલી પડતી જગ્યાઓ ધ્યાને લઈ ચોખ્ખી ખાલી જગ્યાઓ ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
04.ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કર્યા બાદ કોઈ પણ સંજોગોમાં ખાલી જગ્યાનો પ્રકાર કે વિભાગ બદલી શકાશે નહી અને જગ્યા અંગે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણા/ શાસનાધિકારી રહેશે.
05.આપના દ્વારા શાળા/ડાયસકોડ/ખાલી જગ્યાઓની વિગતો ખોટી અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક/ વિધાસહાયક દ્વારા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી સંબંધિત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીની રહેશે.
06. શિક્ષણ વિભાગનાં તા. ૧૧/૦૫/૨૦૨૩ ઠરાવનાં પ્રકરણ-G સામાન્ય સૂચનાઓનાં ક્રમ-13 ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક/ વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતા હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય જવાની સંભાવના હોઈ એકવાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ્દ થઈ શકશે નહતી. જેથી ખરેખર જિલ્લા ફેર બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયકે સુચવેલ વેબસાઇટ પર ઓનલાઈન જિલ્લા ફેર બદલીની અરજી કરવાની રહેશે.
તેમજ પ્રતિક્ષા યાદીમાં રહેલ ઉમેદવારોને આપના જિલ્લા/નગરના જિલ્લા ફેર બદલી કેમ્પના સ્થળ, સમય અને તારીખની જાણકારી સમયસર થાય તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવા જણાવવામાં આવે છે. પ્રતિક્ષા યાદી મુજબનાં બોલાવવાનાં થતા તમામ ઉમેદવારોને કેમ્પના બે થી ત્રણ દિવસ પહેલા જાણ થાય તે મુજબ પત્રવ્યવહાર કરવાનો રહેશે. તેમજ સોશીયલ મીડીયાના માધ્યમથી આખરી શ્રેયાનતા યાદી તમામ ઉમેદવારો સુધી પહોંચે તે મુજબની પણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
ઉપરોક્ત ઓફલાઈન જીલ્લા ફેર બદલી કેમ્પની કાર્યવાહી પુર્ણ થયા બાદ ઠરાવની જોગવાઈ મુજબ જે જિલ્લાઓમાં વિભાગ/વિષય મુજબ પ્રતિક્ષા યાદી પૂર્ણ થયેલ છે. તેવા જીલ્લા/નગરોમાં જિલ્લા ફેર બદલી કેમ્પ ઓનલાઈન પદ્ધતિથી નીચ દર્શાવેલ સુચનાઓને ધ્યાને રાખી કરવાના રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
