<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

ઉમરેઠ શહેરમાંથી મૃત નવજાત શિશુ મળવાનો મામલે મોટો ખુલાસો:BAPS મંદિરના પૂજારીનું કારસ્તાન હોવાનો આક્ષેપ

દિરમાં કામ કરતી યુવતીને પૂજારીએ અવારનવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હોવાનો આક્ષેપ:મંદિરનો પૂજારી, યુવતીને ધાક ધમકી આપી બળાત્કાર ગુજારતો

ઉમરેઠ શહેરમાંથી ગઈકાલે મૃત નવજાત શિશુ મળવાનો મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારીનું કારસ્તાન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંદિરમાં કામ કરતી યુવતીને પૂજારીએ અવારનવાર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી હોવાનો આક્ષેપ કરાયો છે. મંદિરનો પૂજારી યુવતીને ધાક ધમકી આપી  બળાત્કાર ગુજારતો હતો.

   યુવતીને પાંચથી છ માસનો ગર્ભ હતો. ગઇકાલે વહેલી સવારે યુવતી ઘરની બહાર શૌચાલય જવા ગઈ, જ્યાં બાળક બહાર આવી ગયુ હતું. યુવતીને પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં દાખલ કરાઈ છે. 

ભોગ બનનારી યુવતીએ પરિવારજનોએ પોલીસ સમક્ષ ઉમરેઠ બીએપીએસ મંદિરના પૂજારી પર બળાત્કારનો લગાવ્યો આરોપ. ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇ વધુ તપાસ આરંભી છે.

(1:18 PM IST)