હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજયમાં હાલ ૪ થી પ દિવસ તાપમાન યથાવત રહેશે, ૧૭ થી ર૦ નવેમ્બર વેસ્ટર્ન ડિસ્ટબેન્સ આવશે, ત્રીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શકયતા
રર નવેમ્બર પછી ગુજરાતના હવામાનમાં પલ્ટો આવી શકેઃ અંબાલાલ પટેલ

અમદાવાદ: નવેમ્બરનું એક સપ્તાહ પૂરું થયું છે. તેમ છતાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. 4થી 5 દિવસ તાપમાન યથાવત્ રહેશે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
હાલમાં ગરમી પડી રહી છે. જેની અસર રવિ પાક પર થવાની શક્યતા છે. જોકે, તાપમાન સામાન્ય કરતાં પણ ઊંચું નોંધાઈ રહ્યું છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે પણ તાપમાન ઘટ્યું નથી. હાલના તાપમાનના કારણે રવિ પાકો મોડા પડવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, જો મહત્તમ તાપમાન 20થી 25 ડિગ્રી રહે તો કંઈ અંશે ઘઉંનો ઉગાવો સારો થઈ શકે, જીરા માટે ઉગાવો સારો રહી શકે. હવે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે અને ગરમી ઘટી જશે. નવેમ્બરના 17થી 20ના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્રીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. આ જ અસરમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. અરબી સમુદ્રની હલચલ સોમાલિયા તરફ જાય તો ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહે.
22 નવેમ્બર પછી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવવાના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી તાપમાન યથાવત્ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થયા બાદ જ ઠંડીનો અહેસાસ શરૂ થશે.
નવેમ્બરનો પહેલો સપ્તાહ પૂર્ણ થઈ ગયો છે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આવવાના કારણે તાપમાન ઊંચું રહ્યું છે. વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે અને ઉત્તર તરફથી આવતા પવનને કારણે રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
