<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાત કર્યો

કિશન ભુરીયા નામના કર્મચારીએ પાનમ ડેમના પાવર હાઉસ વિસ્તારમાં પાણીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું

પંચમહાલમાં ગોધરા એસીબી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાત કર્યો છે. કિશન ભુરીયા નામના કર્મચારીએ પાણીમાં કૂદીને આપઘાત કર્યો છે. પાનમ ડેમના પાવર હાઉસ વિસ્તારમાં પાણીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આપઘાત કરવાનું કારણ હજુ સામે આવ્યું નથી. મૃતકના મૃતદેહને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.


 

(5:36 PM IST)