હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સસ્પેન્શન મુદ્દે માવજીભાઈ પટેલનું નિવેદન: કહ્યું -ભાજપે કોઈ હોદ્દો કે પદ આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે ?
ભાજપ ગમે તે પગલું ભરે,અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળાય.

વાવ પેટાચૂંટણી આડે હવે માત્ર બે દિવસ રહ્યાં છે ત્યારે ભાજપને એકાએક પક્ષના બળવાખોર ઉમેદવાર માવજી પટેલને સસ્પેન્ડ કરવાનું યાદ આવ્યું અને સસ્પેન્ડ કર્યા. આ મુદ્દે વાવ બેઠકના ઉપક્ષ ઉમેદવાર અને ભાજપના સસ્પેન્ડેડ અગ્રણી માવજીભાઈ પટેલે કહ્યું ભાજપનું કામ ભાજપ કરે, અમારું કામ અમે કર્યું છે. શું કરવું અને શું ના કરવું એ મારા હાથની વાત છે. ભાજપ એ કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. ભાજપે કશું આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે ?
લાલજીભાઈને પણ સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેમને પણ કશું ભાજપે આપ્યુ નથી. આપ્યું તો જામાભાઈ ને પણ કશુ નથી. ભાજપ ગમે તે પગલું ભરે,અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળાય. સિંહ સામે આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું.અમે કોઈ પાર્ટીની મહેરબાની પણ નથી જીવતા અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
