તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
રાજ્યની 8 મહાનગર પાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરાયું: જાણો કયા શહેરમાં કોણ બનશે મેયર?
અમદાવાદમાં પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત :સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે :રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(અનુસૂચિત જાતી) બનશે. .

અમદાવાદ :રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતીના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) રહેશે. વાત કરીએ રાજકોટ મનપાની તો ત્યાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(અનુસૂચિત જાતી) બનશે.ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
જાનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તેમજ બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. જ્યારે જૂનાગઢ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) બનશે. ગાંધીનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે પછાત જાતીના મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
