<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

સુરતના હીરા ઉદ્યોગમાં વેકેશન 21 દિવસથી વધારી 30 દિવસનું થયું!! :હવે 25મીએ ખુલી શકે કારખાના

મોટા હીરા યુનિટોના વેકેશન લંબાયા:વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની મોટા હીરા ઉદ્યોગો પર અસર:કાલથી નાના યુનિટો તબક્કાવાર શરૂ થશે

સુરતના હીરા ઉદ્યોગમાં વેકેશન લંબાયું છે. દિવાળીનું વેકેશન 21 દિવસનું હતું એ વધારીને 30 દિવસનું થયું છે. મંદીને કારણે પ્રથમ વખત દિવાળી વેકેશન લંબાયું છે. હવે 18 નવેમ્બરને બદલે 25 નવેમ્બર સુધી હીરા ઉદ્યોગો ખુલી શકે છે 

   સુરતમાં આ પ્રથમ વખત એક સાથે નહીં પરંતુ તબક્કાવાર હીરા કારખાના ખુલી રહ્યા છે . મોટા હીરા યુનિટોના વેકેશન લંબાયા છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની મોટા હીરા ઉદ્યોગો પર અસર થવા પામી છે. આવતીકાલથી નાના યુનિટો તબક્કાવાર શરૂ થશે.

(6:13 PM IST)