<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th November 2024

વડનગરમાં તાના-રીરી મહોત્સવ :સંગીતની આ પરંપરા અને વારસાને મહોત્સવ થકી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શાસ્ત્રીય ગાયિકા પદ્મા સુરેશ તલવરકર અને ડૉ. પ્રદીપ્તા ગાંગુલીને તાના-રીરી સંગીત એવોર્ડ, રૂ.૨.૫ લાખ રોકડ પુરસ્કાર, તામ્ર-પત્ર અને શૉલ પ્રદાન કરી સન્મ્માનિત કરશે

વડનગર: ગુજરાતના મહેસાણા જિલ્લાની એતિહાસિક નગરી વડનગરમા તેનો ઈતિહાસ અને કલાનો વારસો છે. આ નગરી સંગીત, કલા ગાયન,  વાદન અને નૃત્યના પ્રચાર-પ્રસાર માટે શુભેચ્છા બની છે. વડનગરમાં ૫૫૦ વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો  દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે. સંગીતની આ પરંપરા અને વારસાને આજે તાના-રીરી મહોત્સવ થકી વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધિ મળી છે.

     તાના-રીરી ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રિયો હતી. તેઓ મલ્હાર રાગના ગાયનમા પારંગત હતી. આપણા દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ વર્ષ ૨૦૦૩ માં જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પોતાના પૈતૃક ગામ વડનગરમાં તાના-રીરી મહોત્સવની શરૂઆત કરાવી હતી, ત્યારથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત સહકારથી સંગીત સામાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે કારતક શુક્લ પક્ષની નોમ અને દશમના દિવસે સંગીતનો આ અનોખો મહોત્સવ ઉજવવામાં આવે છે.

   આ વર્ષે આ સમારોહ તાના-રીરી ના સમાધિ સ્થળ ખાતે તા.૧૦-૧૧ નવેમ્બર રવિવાર અને સોમવારે ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે તાના-રીરી સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શાસ્ત્રીય ગાયિકા પદ્મા સુરેશ તલવરકર અને ડૉ. પ્રદીપ્તા ગાંગુલીને તાના-રીરી સંગીત એવોર્ડ, રૂ.૨.૫ લાખ રોકડ પુરસ્કાર, તામ્ર-પત્ર અને શૉલ પ્રદાન કરી  સન્મ્માનિત કરશે. નરેન્દ્રભાઈ  મોદીએ વર્ષ ૨૦૧૦ માં આ એવોર્ડની શરૂઆત કરી, ત્યારે પહેલી વાર રાષ્ટ્રીય સ્તરનો આ એવોર્ડ સ્વર કોકિલા લતા મંગેશકર અને ઉષા મંગેશકરને આપવામાં આવ્યો હતો.

(10:49 PM IST)