હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા
પોલીસે 14 કિલો અને 250 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો કબજે કર્યો

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરનારા બે યુવકો ઝડપાયા છે. ચાંદખેડા પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન એક સ્કૂટર ઉપર પસાર થતાં બે શંકાસ્પદ યુવકોને રોકવામાં આવ્યા હતા. જે યુવકોની પાસે રહેલા થેલામાં પોલીસે તપાસ કરતા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ મામલે ચાંદખેડા પોલીસે 14 કિલો 250 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો કબજે કરી ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો
ગાંજા સાથે ઝડપાયેલા કિશનલાલ રેગર તેમજ કમલેશ રેગર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરત કરતા સામે આવ્યું કે, કિશન રેગર રાજસ્થાનથી લક્ષ્મણ સાલવી નામના શખ્સ પાસેથી આ ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તે રાજસ્થાનથી ટ્રકમાં બેસી આ ગાંજો અમદાવાદ લાવ્યો હતો અને કમલેશ તેને લેવા ગયો હતો. પરંતુ અમદાવાદ આવતાની સાથે પોલીસે તેને ઝડપી લીધો હતો.
ઝડપાયેલો ગાંજો અમદાવાદમાં પ્રવિણ નામના એક વ્યક્તિને પહોંચાડવાનો હતો. આરોપીઓમાં કિશન રેગર અગાઉ માધુપુરામાં વાહનચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં ચાંદખેડા પોલીસે ગાંજાનો જથ્થો અને બે મોબાઈલ ફોન તેમજ સ્કૂટર સહિત રૂપિયા 1.72 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ગાંજો આપનાર અને મંગાવનાર બંનેના ઝડપાયા બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
