News of Monday, 11th November 2024
આઉટસોર્સીંગ કર્મચારીને સાઇકલની ભેટઃ માહિતી આયોગ સ્ટાફનું પ્રેરણારૂપ કાર્ય

ગાંધીનગર : ગુજરાત માહિતી આયોગની કચેરીમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ૪૬ વર્ષીય પટ્ટાવાળા રોજ પોતાના ઘરેથી આયોગ ખાતે ચાલતા આવ-જા કરતા હતા. તેઓ પોતાની સાયકલ પણ વસાવી શકે તેટલી સગવડ નહોતી થઇ શકતી. દિવાળીના દિવસોમાં આયોગના સ્ટાફ દ્વારા ફાળો એકત્રિત કરીને તેઓને નવી સાયકલ લઇ આપી. ૪૬ વર્ષની ઉંમરે પ્રથમ વાહન વસાવી શકયા તેનો આનંદ તેઓના ચહેરા પર ઉભરી આવ્યો હતો. આયોગ માટે આનંદની અનુભૂતિની ક્ષણો હતી.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
