<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

વાવ પંથકમાં ભાજપનો જોરશોર પ્રચાર કરતા બળવંતસિંહ રાજપુત

રાજકોટઃ ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે ‘‘સહકાર સંમેલન'' કાર્યક્રમમાં સહકારી આગેવાનો તેમજ પદાધિકારીઓ સાથે ઉપસ્‍થિત રહી વાવની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી સ્‍વરૂપજી ઠાકોરને જંગી લીડ સાથે વિજય અપાવી કેસરીયો લહેરાવવા માટે સૌને આહ્વાન કર્યું. આ પ્રસંગે સાથી મંત્રી ભીખુસિંહ પરમાર, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, પીરાભાઈ ઠાકોર, સામનભાઈ, કેસુભા રાજપુત, બાબુભાઈ ચૌધરી, ડી.ડી રાજપુત, નંદાજી ઠાકોર, એમ.બી પટેલ, કનુભાઈ વ્‍યાસ, હરિભાઈ આચાર્ય, નોકાબેન પ્રજાપતિ, સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ, મંત્રી, સભ્‍ય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:03 AM IST)