News of Monday, 11th November 2024
IPS હસમુખ પટેલે GPSCના ચેરમેન તરીકે હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યો
શપથ લીધા બાદ હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યો:GPSC ની ઓફિસે પહોંચતા સ્ટાફ દ્વારા સ્વાગત કરાયું

IPS હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગનાં (GPSC) નવા ચરમેન બન્યા છે. આજથી GPSC નાં ચેરમેન તરીકે હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યો છે. જ્યારે, આ પહેલા IPS ની સક્રિય સેવાઓમાંથી રાજીનામું આપ્યા બાદ હસમુખ પટેલે નવી જવાબદારી સંભાળી છે. GPSC ની ઓફિસે પહોંચતા સ્ટાફ દ્વારા હસમુખ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
GPSC નાં નવા ચેરમેન તરીકે આજથી IPS હસમુખ પટેલે ચાર્જ સંભાળ્યો છે. આજે નવી ઓફિસ પહોંચતા સ્ટાફ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, દરમિયાન, IPS હસમુખ પટેલે કહ્યું હતું કે, વર્ગ 1 અને 2 નાં અધિકારીઓની ભરતી તથા પ્રમોશનની જવાબદારી છે. સંસ્થા ઘણા સમયથી સારું કામ કરી રહી છે. ત્યારે એ જ સારું કામ આગળ વધારવાનું અને સાથે મળીને વધુ સારું કામ કરવાનો સંસ્થા પ્રયાસ કરતી રહેશે.
, અગાઉ 28 ઓક્ટોબરનાં રોજ રાજ્ય સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સૂચના અપાઈ હતી કે IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSC નાં ચેરમેન તરીકે જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે, હસમુખ પટેલની નિમણૂક સાથે જ GPSC ને નવું નેતૃત્વ મળ્યું છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
