તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th November 2024
કલામાં માહિર કારીગરોને માટે ૨૫ જાન્યુઆરીથી ડિપ્લોમા કોર્સ શરૂ થશે
કથક, ભરતનાટ્યમ અને સિંગિંગના ક્ષેત્રમાં સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા કોર્સ શરૂ કરશે કલાકારોને તેમના ક્ષેત્રના જ્ઞાન, કૌશલ અને પ્રાયોગિક અનુભવના આધાર પર સીધી પરીક્ષા લેશે

અમદાવાદ: ભારતીય જ્ઞાન પરંપરામાં મૌખીક જ્ઞાન તથા હૂનરનું મહત્વ હતું, જ્યારે આધુનિક સમયમાં પ્રમાણપત્ર, ડિપ્લોમા, ડિગ્રીનું મહત્વ છે. એવામાં પોતાની વારસાગત કલા અને કારીગરીમાં માહિર કલાકારોને આધુનિક શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવાને માટે ગુજરાતની ડૉ. બાબા સાહેબ અંબેડકર ઓપન યુનિવર્સિટીએ મહત્વની પહેલ કરી છે. યુનિવર્સિટી કારીગરોના હુનરને પ્રમાણિત કરી તેમને પ્રમાણપત્ર આપશે, તેને માટે વિશેષ કોર્સ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીમાં તેને માટે સેન્ટર ફોર રિકૉગ્નાઈઝિગ પ્રાયર લર્નિંગ પરફોર્મિંગ આર્ટસ કેન્દ્ર પણ સ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાલમાં જ આ કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે.
આ કેન્દ્ર કલાકારોને તેમના ક્ષેત્રના જ્ઞાન, કૌશલ અને પ્રાયોગિક અનુભવના આધાર પર સીધી પરીક્ષા લેશે અને તેને તેના આધાર પર તેમને પ્રમાણપત્ર પ્રદાન કરશે. આ વિશ્વવિદ્યાલય સૌથી પહેલા કથક, ભરતનાટ્યમ અને સિંગિંગના ક્ષેત્રમાં સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા કોર્સ શરૂ કરવા જઈ રહ્યું છે. તેમાં જે કલાકાર પહેલેથી જ આ ક્ષેત્રના જાણકાર છે, તેમને જેટલું જ્ઞાન છે, તેને પ્રમાણિત કરવામાં આવશે. તેના આધાર પર તેઓ સીધી પરીક્ષા આપીને ક્રેડિટ મેળવી શકશે અને તેને અનુરૂપ તેમને સર્ટિફિકેટ અને ડિપ્લોમા પ્રદાન કરવામાં આવશે તેની માટે ખાસ કોર્સ તૈયાર કરવામાં આવી રહ્યો છે કેટલાક કેસમાં લેખિત પરીક્ષા અને કેટલાક કેસમાં પ્રાયોગિક પરીક્ષા રાખવામાં આવી છે, તેને માટે સંબંધિત ક્ષેત્રના જાણકારોની મદદ લેવામાં આવશે.
ડૉ. બાબા સાહેબ અંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અમી ઉપાધ્યાયે જણાવ્યું કે, આ કોર્સ વિશેષ રૂપથી એવા કલાકારો ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેઓ પોતાની કલામા તો માહિર છે જ, પરંતુ તેમની પાસે તેને સંબંધિત કોઈ ડિપ્લોમા કે સર્ટીફીકેટ નથી. જોકે ભારતીય જ્ઞાન પરંપરામાં મૌખિક અને વારસાગત રૂપે જોઈને શીખવાની પરંપરાથી તેનું કોઈ પ્રમાણ- પત્રની ડિગ્રી હોતી નથી. આજની શિક્ષણ પદ્ધતિમાં ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણ-પત્રનું ચલન છે. એવામાં તેઓ શિક્ષણની મુખ્યધારાથી જોડાઈ શક્યા નથી. તેમને તેમના હુનર, કલાનું પ્રમાણપત્ર મળી શકતું નથી. આ ખામીને દૂર કરવાને માટે યુનિવર્સિટી જાન્યુઆરી-૨૦૨૫ થી પ્રાયર લર્નિંગ રિકૉગ્રાઈઝિગ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સની શરૂઆત કરવા જઈ રહ્યું છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
