<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાપુનગરમાંથી ચેઈન સ્નેચીગ અને બાઈક ચોરી કરતા બે આરોપીની ધરપકડ

ભીડભાડની જગ્યા ઉપર જઈને લોકોને શિકાર બનાવતા :આરોપી પાસેથી 1.50 લાખનો સોનાની ચેઈન અને એક ટુ વ્હીલર મળી આવ્યુ

અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાંથી બે ચોરની ધરપકડ કરવામાં આવી છે. તે ચેઈન સ્નેચીગ અને બાઈક ચોરીના ગુનામાં જેલ ભેગા કરવામાં આવ્યા છે. તેમની પાસેથી 1.50 લાખનો સોનાની ચેઈન અને એક ટુ વ્હીલર મળી આવ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરીને તેમની પુછ પરછ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં દિવાળીની તહેવારો ચાલુ હોવાના કારણે દરેક જગ્યા ઉપર ભીડભાડ  રહે છે. તે તકનો લાભ જોઈને ચોરો પોતાની ચોરીને અજામ આપી રહ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાલે બે ચોરની ધરપકડ કરવામાં આવી છે. જે ઈમ્તીયાજભાઈ અંસારી  ઉ.23  ગોમતીપુર રહે છે. જ્યારે  બીજો આરોપી અરબાજ શેખ ઉ. 24 તે રહે. રખીયાલ રહે છે. આ બે વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ કરામાં આવી હતી. અને તેમની પાસેથી 1.50 લાખનો સોનાનો દોરો અને એક ટુ વ્હીલર જપ્ત કરવામાં આવ્યું છે. આ આરોપીની પુછ પરછ કરતા ખબર પડી કે આ આરોપીઓ પણ આગળ પણ ચોરીના મામલામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ બે આરોપીઓ ભીડભાડની જગ્યા ઉપર જઈને લોકોને  શિકાર બનાવતા હતા. તેમને ખાસ કરીને મણીનગર, ગોમતીપુર અને મણીનગર જેવા ભરજક વિસ્તારોમાં ચોરીને અજામ આપતા હતા. અને તકનો લાભ જોઈને ટુ વ્હીલર અને ચેન સ્નેચીગનું કામ કરતા હતા. અને મણીનગર જેવા વિસ્તારોમાં આ બનાવ વધવાના કારણે આમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે છટકુ ગોઠવેને બે આરોપીને ધરપકડ કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા તેમને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



 

(12:33 PM IST)