News of Monday, 11th November 2024
વડતાલ મહોત્સવમાં નરેન્દ્રભાઇનું સંબોધનઃ ર૦૦ રૂપીયાના ચાંદીના સિક્કાનું અનાવરણ
આજે વિજયભાઇ રૂપાણી, જગન્નાથમંદીરના પૂ.દિલીપદાસજી મહારાજ સહિતનાની ઉપસ્થિતિઃ દરરોજ ઉમટતા અસંખ્ય હરિભકતો

રાજકોટ, તા., ૧૧ : વડતાલ શ્રી સ્વામીનારાયણ મંદીરે પૂ.રાકેશપ્રકાશજી મહારાજની અધ્યક્ષતામાં દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું બપોરે વર્ચ્યુઅલ સંબોધન યોજાયું હતું. જયારે વડતાલ મંદીરના ર૦૦ રૂપીયાના ચાંદીના સિક્કાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
આજે જગન્નાથ મંદીરના મહંત મહામંડલેશ્વર પૂજય શ્રી દિલીપદાસજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારશે તથા ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહોત્સવમાં પધારી દેવો અને સંતોના આશીર્વાદ લેશે.
સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલ ખાતે ભવ્ય અને દિવ્ય દ્રિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે યોગ ગુરુ બાબા રામદેવ આ મહોત્સવમાં પધાર્યા હતા. તેમણે સૌ પ્રથમ મંદિરમાં વિરાજિત દેવોના દર્શન કર્યા હતા. ત્યારે બાદ વડતાલ ગાદીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને મુખ્ય કોઠારી સંતવલ્લભ સ્વામી તથા અન્ય સંતો સાથે શ્રીહરિમંડપમાં શિક્ષાપત્રી જ્યાં લખાઈ હતી તેની મુલાકાત લીધી હતી. આ પછી સભા મંડપમાં આચાર્ય મહારાજ અને સંતો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પછી બાબા રામદેવે ઉપસ્થિત ભક્તોને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે, વડતાલ દ્રિશતાબ્દી મહોત્સવ આ એક મોટો મહાકુંભ છે. આ સંસ્કળતિનો મહાપર્વ છે. સ્વામિનારાય ભગવાન પણ મહાયોગી હતા એટલે એમના અનુયાયીઓએ પણ યોગાભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાનીમાં વિરાજિત શ્રીલક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના ૨૦૦ વર્ષ પર્વે અહીં પ્રણામ કરી આપણી સનાતનની ગૌરવશાળી પરંપરાને જે રીતે પવિત્રતા, ત્યાગ અને ગુરુભક્તિ સાથે શરણાગતિ સાથે ભગવાન શ્રીકળષ્ણની ભક્તિનો એક વૈષ્ણવ પરંપરાનું એક મોટું અનુષ્ઠાન આ ધરતીથી સ્વયં ભગવાને પ્રારંભ કર્યો આજે તે અનુષ્ઠાન આખા વિશ્વમાં પ્રતિષ્ઠા મેળવી રહ્યો છે. તેના ૨૦૦ વર્ષની પૂર્તિ હેતુ આ એક મોટો મહાકુંભ છે. આ સંસ્કળતિનો મહાપર્વ છે.
મારી યોગની યાત્રાની શરૂઆત સુરતથી થઈ હતી એટલે ગુજરાત મારી યોગની કર્મભૂમિ છે. અત્યારે સનાતનનો ગૌરવકાળ ચાલી રહ્યો છે અને આ કાળમાં અમે સ્વામિનારાયણ સંપ્રદાયની આધ્યાત્મિક રાજધાની વડતાલમાં દ્રીશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. અહીં ધર્મનો મહા કુંભ જોવા મળ્યો છે. આની સ્મળતિઓ આપણા મનમાં અંતિમ શ્વાસ સુધી રહેશે જ. નાના બાળકો પણ સો વર્ષ સુધી દ્રિશતાબ્દી મહોત્સવને યાદ રાખશે. સ્વામિનારાયણ ભગવાને દરેક જ્ઞાતિના લોકોનો ઉદ્ધાર કર્યો, એકત્વ જોવું હોય તો શિક્ષાપત્રી અને વચનામળતમાં જોવા મળે છે.
મેં ૩૦ વર્ષ પહેલાં શિક્ષાપત્રીનો અભ્યાસ કર્યો છે. શિક્ષાપત્રી વાંચ્યા પછી જ મને ગુજરાતી બોલતા આવડ્યું છે. દરેક સનાતન ગ્રંથોનો સાર શિક્ષાપત્રીમાં મને વાંચવા મળ્યો છે. જે વચનામળત છે એ જ આપણું વેદામળત છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટું તત્ત્વ સુચિતા પૂર્ણ આચરણ અને સાધુમાં પૂર્ણ તપヘર્યાનું આચરણ તથા સ્વધર્મ માટે પોતાનું સર્વસ્વ આહૂત કરવાની શ્રદ્ધા આ દરેક બાબતે મેં જોઈ છે. આ બધું જીવનમાં આત્મસાત કરી લઈએ તો ધર્મ આપણા જીવનમાં અવતરિત થઈ જાય છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
