<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

બુધવારે વાવ વિધાનસભા બેઠક માટે મતદાનઃ ત્રિપાંખીયો જંગ

ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં: રાજકીય પક્ષો માટે પ્રતિષ્‍ઠાનો સવાલ :ભાજપે કદાવર નેતાઓને સસ્‍પેન્‍ડ કરતા ચૌધરી સમાજે ભાજપને સસ્‍પેન્‍ડ કરવા પત્રીકા બહાર પાડી

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૧ :.. સમગ્ર ગુજરાતનું ધ્‍યાન વાવ વિધાનસભાની ચૂંટણી આજથી પ્રચાર પડઘમ થશેઘ, પણ ભાજપ - કોંગ્રેસ અને અપેક્ષા વચ્‍ચેનો ત્રીપાંખીયો જંગ ચરમ સીમાએ પહોંચ્‍યો છે. ભાજપે પાંચ ભાજપના કદાવર નેતાઓને સસ્‍પેન્‍ડ કરતા ચૌધરી સમાજે ભાજપને સસ્‍પેન્‍ડ કરતી પત્રીકા બહાર પાડી ચૂંટણીમાં જબરજસ્‍ત ગરમાવો લાવી દીધો છે.

ભાજપ - કોંગ્રેસ અને અપક્ષ  વચ્‍ચેનો હાઇ વોલ્‍ટેજ મુકાબલો માવજી પટેલ હિત પાંચને ભાજપે સસ્‍પેન્‍ડ કરતા જ્ઞાતિવાદ આધારીત લડાતી ચૂંટણી જંગમાં અપક્ષ કોની બાજી બગાડી શકે છે. કોઇ ની જીત હારમાં ફેરવી શકે છે કે કોઇ હાર - જીતમાં ફેરવી શકે છે.

૮૦ હજાર ઉપરાંતના ઠાકોર મતો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. જયારે ચૌધરી સમાજના પ૦ હજાર મતદારો છે. આર્થિક રીતે સાધન સંપના વાળો એક એકળે બંધાયેલા ચૌધરી સમાજને બેનજર  અંદાજ કરી શકાય નહિં.

ઠાકોર ૬૩ હજાર, ચૌધરી પ૦ હજાર, દલિત ૪૩, હજાર, રબારી રપ હજાર બ્રાહ્મણ ૧૮ હજાર, રાજપૂત ૧૯ હજાર, પ્રજાપતિ ૧ર, હજાર, મુસ્‍લમ પ હજાર, અન્‍ય ૧૩ હજાર તા. ૧૩ થી યોજાનાર ચૂંટણીમાં કુલ રૂા. ૧૦ હજાર મતદારો દસ (ર) મતદારોને ભાવ નકકી કરશે. ટોક ઓફ ધ ગુજરાત વાવ વિધાનસભાની ચૂંટણી અંતિમ તબકકામાં પહોંચી છે.

છેલ્લી ઘડીના પ્રચાર માટે ભાજપના મીનીસ્‍ટરો કાર્યકરો કોંગ્રેસના ટોચના નેતાઓ ભાંભર વાવ જેવા વિસ્‍તારોમાં પ્રચાર માટે ઉમટી પડયા છે. ઘેર ઘેર ફરી વોટની ભીખ માંગી રહ્યા છે. ગુજરાત લોકસભાની ર૬, બેઠકોમાં ફકત ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની લોકસભાની બેઠક જીતી ગુજરાતમાં ભાજપની આબરું લીધી હતી. આજે આ લોકસભાની ચૂંટણીના પરિણામોના બદલે એ વાવ બેઠક ઉપર બદલો લેવાની ભાવનાથી ચૂંટણી એ વધુ જ્ઞાતિવાદ વકરાયો છે.

પ્રચાર પડઘમ શાંત થયા પછી કતલની રાત્રે કોણ જોર  મારે છે તે તે જોવાનું રહ્યું વાવ સંપૂર્ણ જ્ઞાતિવાદને આધારે લડાતી ચૂંટણીમાં અપક્ષ કોની બાજી બગાડે છે કે જીતે છે તે પરીણામો  જ કહી, શકે છે.  ૬૦ હજાર જેટલા ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે. અપક્ષ ઉમેદવારોમાવજી પટેલ ભાજપના મત તોડી શકે છે.  બ્રાહ્મણ, પ્રજાપતિ અને ઠાકોરના મત મેળવવા પ્રયાસો છે. (પ-રપ)

(4:09 PM IST)