તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 11th November 2024
આજથી વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચાર-પડઘમ શાંત
ચૂંટણીમાં જોડાયેલા ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશેઃપેટાચૂંટણીને લઈને છેલ્લા દિવસે બંન્ને મુખ્ય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું

વાવ, તા.૧૧
વાવ વિધાનસભાની પેટાચૂંટણી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી છે. આગામી ૧૩ મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ મતદાન થશે. જોકે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. આજે સોમવારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રતિષ્ઠાના જંગ સમી પેટા ચૂંટણીમાં વાવ બેઠકને અંકે કરવા ભાજપા, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, છેલ્લે તો મતદારો જ પોતાના ઉમેદવારને વિજયનો તાજ પહેરાવશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના સભ્ય એવા માવજીભાઈ પટેલે બળવાખોરી કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેના પગલે વાવ ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ સહિત બનાસકાંઠા જિલ્લાના પાંચ સભ્યોને ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવતાં રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો.
ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવા મુદ્દે વાવ પેટા ચૂંટણીમાં ઝંપલાવનાર અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલે ખોંખારો ખાઈને હુંકાર કરતાં કહ્યું કે, 'ભાજપે કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. અમે કોઈ પાર્ટીની મહેરબાની પર નથી જીવતા. અમે તો પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ. અમારા પગ ધરતી પર છે. ભાજપ ગમે તે પગલું ભરે અમે તૈયારી સાથે નીકળ્યા છે. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા હોય, જેથી સામે સિંહ આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું'. તેમણે ઉમેર્યું કે, અમે અને અમારી ટીમ અડીખમ છીએ.
વાવ પેટા ચૂંટણીમાં ભાજપના સભ્ય અને બળવાખોર અપક્ષ ઉમેદવાર સહિત પાંચ સભ્યોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવાની આ પોલિટીકલ ચાલ છે. આ રાજનીતિનો એક ભાગ છે. જે બાબતે હું કંઈ કહેવા માગતી નથી તેમ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ખુલાસો કર્યો હતો.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીનો સમય બાકી છે. ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી લગતી તમામતૈયારીઓન આખરી આપ આપવામાં આવ્યો છે. આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓએ તાલીમ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ૧૩મી નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીના ૪૮ કલાક પહેલા પ્રચાર પ્રસારના પડધમ શાંત થઇ ગયા છે. જોકે તે બાદ આ ચૂંટણીમાં જોડાયેલા ૧૦ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ૩૨૧ જેટલા પોલિંગ સ્ટેશનો આવેલા છે. જેમાં કુલ ૩,૧૦,૬૮૧ જેટલા મતદારો આગામી ૧૩મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ પોતાના મત અધિકારનો ઉપયોગ કરી, ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે.જેમાં તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૃષ ૧,૪૯,૩૮૭, મહિલા અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૨૫૮૧ મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, 'કુલ ૦૭ સખી મતદાન મથકો, ૦૧ આદર્શ મતદાન મથક તથા ૧-૧ પીડબલ્યુડી તથા ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઊભું કરાશે. દરેક મતદાન મથક પર મેડિકલ સ્ટાફ રહેશે. મતદાન મથકો ખાતે કુલ ૧૪૧૨ જેટલા અધિકારી- કર્મચારીઓ ફરજ બજાવશે.
જિલ્લા કક્ષાના વેર હાઉસ ખાતે વાવ વિધાનસભા ચૂંટણી માટે ૬૨૬ સી.યું, ૬૩૪ બી.યુ અને ૬૨૩ વી.વી.પેટ ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોમાં પ્રતિનિધિઓની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. પોલીસ બંદોબસ્તથી લઈને તમામ પારદશત કામગીરી કરવામાં આવશે. જિલ્લામાં વિવિધ કામગીરીને લઈને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સક્રિય રહેશે.
આગામી ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી યોજવા માટેની તમામ તૈયારીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા, મતદાન પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને મતદાન ઇવીએમ તેમજ અન્ય ચૂંટણી લગતી માહિતી અને તાલીમ આપવામાં આવી હતી. આ પેટા ચૂંટણીમાં ૨૦૦૦ થી વધુ કર્મચારીઓ રોકાયેલા છે.જેમાં ઝોનલ અધિકારી,માઇક્રો ઓબજર્વર,મતદાન મથક પ્રમુખ અધિકારી,મતદાન અધિકારી,બીએલઓ,પટાવાળા સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
જેના વાવ મોડલ સ્કૂલ ખાતેના ઇવીએમ સ્ટ્રોંગ રૃમ ખાતે ચુસ્ત પોલીસ બંદોવસ્ત વચ્ચે ,કુલ ૩૨૧ મતદાન મથક ,માટેના ઇવીએમ રખાયેલ છે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ આક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૃષ, ૧,૪૯,૩૮૭ અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
