<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th November 2024

ગુજરાતમાં અટવાયેલો સી-પ્લેન પ્રોજેક્ટ ફરી શરૃ થશે

બંધ પડેલી સી-પ્લેન સેવા પુનઃજીવિત કરવામાં આવશેઃગુજરાતમાં અટવાયેલો સી-પ્લેન પ્રોજેક્ટ ફરી શરૃ થશે

અમદાવાદ, તા.૧૧

વડાપ્રધાન મોદીએ થોડા સમય પહેલા વિશ્વના સૌથી સુંદર ટાપુ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. જે બાદ કેન્દ્રના પ્રવાસન વિભાગ અને નાગરિક ઉડ્ડયન વિભાગે સી પ્લેન લોન્ચ કરવાની તૈયારીઓ શરૃ કરી દીધી છે, જે અંતર્ગત ગુરુવારે બપોરે વિદેશથી નવું સી પ્લેન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું હતું.ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલી સી-પ્લેન સેવા પુનઃજીવિત કરવામાં આવશે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન વિભાગ PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતના ૧૧ મહિના બાદ સી પ્લેન પ્રોજેક્ટ શરૃ કરવાની તૈયારી દર્શાવી છે. જ્યાં અમદાવાદ સહિત ૧૬ રૃટ પર સી-પ્લેન દોડાવવાની તૈયારી ચાલી રહી છે, જે અંતર્ગત ગુરુવારે નવું સી-પ્લેન અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યું હતું. લક્ષદ્વીપ ટાપુ સુધી સી પ્લેન સેવા શરૃ કરવા માટે સર્વે શરૃ કરવામાં આવ્યો છે, જેની જવાબદારી સ્પીજેટ એરલાઈન્સને સોંપવામાં આવી છે.

આ સાથે ગુજરાતમાં જુદા જુદા તબક્કામાં કામગીરી શરૃ કરવામાં આવશે. જેનો પ્રથમ તબક્કો શરૃ થઈ ગયો છે. જ્યાં સાબરમતી નદીથી રિવર ફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત દ્વારકા સુધીના વિવિધ રૃટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતલબ કે અમદાવાદમાં બંધ કરાયેલી સી પ્લેન સેવા ફરી શરૃ થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં વડાપ્રધાને સાબરમતી નદી પર સી પ્લેન સેવા શરૃ કરી હતી જે એક વર્ષ સુધી ચાલી હતી. ત્યારબાદ સી પ્લેન સેવા ખોરવાઈ ગઈ અને બંધ કરી દેવામાં આવી. સેવા ફરી શરૃ થવાની શક્યતા છે. અને જો તે સેવા યોગ્ય રીતે ચાલે તો વડાપ્રધાનનો આ ડ્રીમ પ્રોજેક્ટ સફળ થઈ શકે છે.

(10:13 PM IST)