News of Tuesday, 12th November 2024
શ્રીમદ્ ભાગવત મનુષ્યને ભગવદીય બનાવે છે : જયદેવ પ્રસાદ શાસ્ત્રી
તિલકવાડાનાં યુવા કથાકાર જયદેવ શાસ્ત્રીએ રાજપીપળામાં શ્રીમદ્દ ભાગવત કથાનું રસપાન કરાવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નવા વર્ષના વધામણાં સાથે રજવાડી નગરી રાજપીપળામાં ભક્તિરસ ફેલાવવા શ્રીમદ્ ભાગવત સપ્તાહ “ભક્તિ યજ્ઞ” નું આયોજન કરવામાં આવેલ છે. રાજપીપળા ખાતે રહેતા સ્વ.અરવિંદભાઈ પટેલનાં પૂર્ણ્ય સ્મૃતિ માં તેમના પરિવાર ગીતાબેન પટેલ, પકિલભાઈ અને વિશાલભાઈ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજપીપળાની નવદુર્ગા હાઈ સ્કુલના મેદાનમાં તિલકવાડાનાં અવધૂત પરિવાર નાં જાણીતા યુવા કથાકાર પ.પૂ જયદેવ શાસ્ત્રીજીના મધુર કંઠ થી કથાનું સંગીતમય રસપાન કરાવી મંત્રમુગ્ધ કર્યા. કથામાં વિવિધ ભગવાનની લીલાઓનું સુંદર વર્ણન કરતાં ભક્તો ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા હતા.
કથાના પ્રારંભમાં પટેલ પરિવાર નાં ઘરેથી પોથીયાત્રા નીકળી નવદુર્ગા હાઇસ્કુલ ખાતે પહોંચી હતી અને સાત દિવસમા પ.પૂ.શ્રી સિધ્ધોશ્વર સ્વામીજી, ભરૂચ લોક સભાના સાંસદ મનસુખભાઈ વસાવા,નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેસમુખ,નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ, કુલદીપસિંહ ગોહિલ, સહિત કથાનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લઈ રહ્યા છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
