<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

બાંડીસેરવાણ ગામની સીમમાં ટ્રેક્ટર પલટી ખાતાં ૧૫ વર્ષીય બાળક દબાઈ જતાં મોત

ધોરણ.૯ માં અભ્યાસ કરતો આ બાળક તેના પિતા પાસે ખેતર જવા ટ્રેક્ટર માં બેસી જતા જીવ ગુમાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના બાંડીસેરવાણ ગામની સીમમાં ટ્રેક્ટર પલટી ખાતાં ૧૫ વર્ષીય બાળક ટ્રેક્ટર નીચે દબાઈ જતાં મોત થાય હતું

મળતી માહિતી અનુસાર નરેશભાઇ સામસીંગભાઇ વસાવા(રહે.મુલ્કાપાડા, સમરી ફળીયુ )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ એક લાલ કલરનુ નંબર પ્લેટ વગરનુ ટ્રેકટર ના ચાલક સંજયભાઈ રમેશભાઈ વસાવા (રહે મુલ્કાપાડા તા-ડેડીયાપાડા જી-નર્મદા) નાઓએ તેના કબજામાનુ ટ્રેકટર પુર ઝડપે હંકારી લાવતા ટ્રેકટર પલ્ટી મારતા તેમનો પુત્ર કિરીટભાઈ નરેશભાઈ વસાવા( ઉ.વ.૧૫) ટ્રેકટર નીચે દબાઈ જતા છાતીના ભાગે તથા બરડાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી તથા બન્ને પગના ભાગે ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ટ્રેક્ટર  મુકી ચાલક ત્યાંથી નાસી જઈ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ટ્રેક્ટર ના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(1:08 AM IST)