<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

પ્રેમ લગ્ન કરી દીકરીને લઈ ગયેલ જમાઈ પર સાસરા અને સાળાનો હુમલો, પત્નીનું અપહરણ કર્યાની ફરિયાદ

અગર ગામ પાસે બનેલી આ ઘટનામાં દીકરીના આ પ્રેમ લગ્નથી તેના પિતા નાખુશ હતા જેના કારણે જમાઈને માર મારી દીકરીને લઈ જતા ચાર વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામ પાસે બનેલી ઘટનામાં પ્રેમ લગ્ન બાદ જમાઇને માર મારી દીકરીને લઈ જનાર સસરા સહિત ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ જમાઈએ ફરિયાદ કરતા ગુનો દાખલ થયો છે

  મળતી માહિતી અનુસાર જૈનેશકુમાર રાજેન્દ્રકુમાર પ્રજાપતિ(રહે.કુંભારવાડા નસવાડી તા.નસવાડી જી. છોટાઉદેપુર) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમણે માલસિંહ નાનસિંહ ચોહાણની દિકરી નિલ્પા સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે તેમને મંજુર ન હોય માલસિહ ચૌહાણે પોલીસ સ્ટેશનમાં અરજી આપતા, જે અરજી અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે જૈનેશ કુમાર પોતાની પત્નિ નિલ્પાબેન સાથે હાજર થયા હતા જેમા દીકરીને પિતા તેના પિતા સાથે આવવા જણાવતા ના પાડતા તેનું મન દુ:ખ રાખી જ્યારે જમાઈ ફોરવ્હીલ ગાડીમાં વડોદરા જઇ રહેલ હતા તે દરમ્યાન અગર ગામની સીમમાં રોડ પર આવતા જમાઈ ની ફોરવ્હીલ ગાડીને ગેરકાયદેસર અવરોધ કરી જમાઈને મારા મારી તેમની પત્નિ નિલ્પાનુ અપહરણ કરી લઇ ગયા હોય જમાઈ જૈનેશ ભાઈએ (૧) માલસિંહ નાનસિંહ ચોહાણ(૨) સંજયભાઈ માલસિંહ ચૌહાણ(૩) સસરા માલસિહ ભાઈનો મિત્ર સરપંચ જેના નામની ખબર નથી તેમજ (૪) એક કાકા મળી કુલ ચાર વિરૂદ્ધ ફરિયાદ કરતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે


 

(1:10 AM IST)