<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શહેરાવ ગામે ઘરમાં કામ કરતા મહિલાને સાપ કરડી જતાં સારવાર દરમિયાન મોત થયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના શહેરાવ ગામમાં મહિલાને સાપ કરડી જતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
   મળતી માહિતી અનુસાર જયેન્દ્રસિંહ શનુબાવા શિનોરા (રહે.શહેરાવ, શિનોરા ફળીયું તા. નાદોદ  જી.નર્મદા )નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ તેમના પત્ની અંકિતા બેન જયેન્દ્રસિંહ શિનોરા (ઉ.વ.૪૦)( રહે શહેરાવ) નાઓ પોતાના ઘરમાં કામ કરતા હતા તે વખતે ડાબા હાથના અંગુઠા પાસે સાપ કરડી જતા સારવાર અર્થે લઈ જવાયા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(1:16 AM IST)