તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 12th November 2024
ગંભીર બાબત : છેલ્લા બે મહિનામાં ઘણા લોકોએ દવા પી જીવન ટૂંકાવ્યું કે સારવાર લીધી.
નર્મદા જિલ્લામાં યુવાન અને યુવતીએ ઝેરી દવા પી લેતા બંને સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લા માં છેલ્લા બે મહિનામાં ઘણા લોકોએ ઝેરી પી જીવન ટકાવ્યું હોય કે સારવાર લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હોય માટે આ બાબત ગંભીર કહી શકાય, હાલમાં પણ જિલ્લામાં એક યુવાનને એક યુવતીએ દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા.
મળતી વિગતો અનુસાર ચંદ્રકાન્ત રમણભાઈ બારીયા (ઉ.વ.આ ૨૦)( રહે.વરવાડા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓને તેના પિતાએ કોઇ કામધંધો કરતો નથી તેમ કહી ઠપકો આપતા તેને મનમા લાગી આવતા તા.૦૮/૧૧/ ૨૦૨૪ ના સાંજના પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેને ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલ છે. દર્દી હાલ ભાનમાં નથી. અને સારવાર ચાલુ છે.
જ્યારે બીજો બનાવ નિશાબેન મહેશભાઈ વસાવા (ઉવ.૨૩)( રહે હરીપુરા તાલુકો તિલકવાડા જીલ્લો નર્મદા) નાઓ તેમના પતિ ઘણા સમયથી પિયરે મોકલતા ન હોવાથી રિસાય ને છ એક માસથી પોતાના પિયરે પોતાની જાતે આવતી રહેલ અને ઘણા સમયથી પોતાની છોકરી વેદિકા સાથે મોબાઈલ ફોન ઉપર વાત થયેલ ન હોય જેથી પોતાની છોકરી વેદિકા સાથે વાત કરવા માટે મોબાઈલ ફોનથી પોતાના પતિ પાર્થ જગદિશભાઇ ને ફોન કરેલ પરતું પતિએ માતા ને છોકરી સાથે ફોન ઉપર વાત કરાવેલ ન હોય જેથી મનમાં લાગી આવતા જાતે ફીનાઇલની ત્રણ ગોળી પી લેતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
