તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
૧૨ કલાકની જહેમત બાદ રાત્રે ૩ વાગે રીફાઈનરીની આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા: ગુજરાત રિફાઇનરીમાં લાગેલી ભયાનક આગ રાતે ૩ વાગ્યા બાદ કાબૂમાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાત રિફાઇનરીમાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ૧૦૦૦ કિલો લીટરની કેપેસિટીવાળી બેન્ઝીન ટેન્ક માં સેમ્પલ લેવા જતા પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેને કારણે એક કિલોમીટર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.
આગમાં સેમ્પલ લેવા ગયેલા ધીમંત મકવાણા નામના કોન્ટ્રાક્ટના કર્મચારી સહિત ૨ ના મોત નિપજ્યા હતા, જ્યારે બે ને ઈજા થઈ હતી.
આગને કાબુમાં લેવા માટે રિફાઈનરી ઉપરાંત આસપાસની કંપનીઓ, વડોદરા કોર્પોરેશન, અંકલેશ્વર, હાલોલ, આણંદ તેમજ વડોદરા ની આસપાસની નગરપાલિકાઓની ફાયર બ્રિગેડને બોલાવી લેવામાં આવી હતી.
જિલ્લા કલેકટરએ ફાયર ઓફિસરો સાથે મીટીંગ પણ કરી હતી. આખરે ફાયર બ્રિગેડે એક્યુએસ ફિલ્મ ફોર્મિંગફોમ સિસ્ટમ્સથી ૧૨ કલાક બાદ રાત્રે ૩ વાગ્યાના અરસામાં આગ પર કાબુમાં લેવામાં સફળતા મેળવી હતી.
વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં સોમવારે બપોરે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, બપોરે એક ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થવાથી આસપાસના એક કિલોમીટર વિસ્તારમાં આવેલા મકાનોના બારી બારણા ધણ ધણી ઉઠ્યા હતા. જેથી ગભરાયેલા લોકો બહાર નીકળી આવ્યા હતા. આ વખતે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસના વાહનો દોડાદોડી કરતા જોવા મળ્યા હતા.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
