News of Tuesday, 12th November 2024
સરકારી-ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષકોની સેવાપોથી ડીઝટલ સ્વરૂપે નિભાવવા આદેશ
તા.૩૦ નવે. સુધીમાં અમલ કરવા તાકીદ નહીતર પગલાનો નિર્દેશ

અમદાવાદ, તા., ૧રઃ અમદાવાદ DEO એ તાજેતરમાં આદેશ જારી કર્યો હતો. જેમાં તેઓએ શિક્ષકોની સેવાપોથી ડિજિટલાઈઝ હોવી ફરજિયાત કરી છે. અધિકારી દ્વારા ૩૦ નવેમ્બર સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી. જેનો અમલ ન થતા આચાર્ય સામે કડક પગલાં લેવામાં આવશે.
અમદાવાદ DEO એ તાજેતરમાં આદેશ જારી કર્યો હતો. જેમાં તેઓએ શિક્ષકોની સેવાપોથી ડિજિટલાઈઝ હોવી ફરજિયાત કરી છે. અધિકારી દ્વારા ૩૦ નવેમ્બર સુધીની ડેડલાઈન આપવામાં આવી હતી. જેનો અમલ ન થતા આચાર્ય સામે કડક પગલાં લેવામાં આવશે.
શિક્ષકોની સેવાપોથી ડિજિટલ સ્વરૂપે સાચવવા માટે ભૂતકાળમાં ઘણીવાર આદેશ કરવામાં આવ્યા હતા. પરંતુ અમુક બેદરકાર તંત્રની શાળાઓ દ્વારા સૂચનાનો અમલ કરવામાં ન આવતા મુદ્દો ફરી એક વાર ચર્ચાયો હતો. ત્યારે સમગ્ર બાબતે અમદાવાદના ડીઇઓ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આદેશ કરવામાં આવ્યો હતો.ડિજિટલાઈઝ કરવા સૂચના આપવામાં આવી.
ડીઇઓ દ્વારા કરવામાં આવેલ આદેશમાં શિક્ષકોની સેવાપોથી ડિજિટલ સ્વરૂપે સાચવવા માટેના સૂચન કરવામાં આવ્યા હતા. જેમાં તારીખ ૩૦ નવેમ્બર સુધીમાં શિક્ષકોની સર્વિસ બુક ડિજિટલાઈઝ કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે ઘણી શાળાઓએ હજુ સુધી આદેશનો અમલ કર્યો નથી.ડીઇઓ દ્વારા આ બાબતે અગાઉ પણ આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર બાબતે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે ૩૦ નવેમ્બર બાદ સેવાપોથી ડિજિટલ નહીં હોય તો આચાર્ય સામે પગલાં લેવાશે. ત્યારે આ આદેશને લઇ શિક્ષકો અને આચાર્યો દોડતા થયા છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
