<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી મળી

ભારતીબેન પટેલને ગામના જ કિરણસિંહ પટેલે ધમકી આપી:ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે

પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંચમહાલ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનન, ભારતીબેન પટેલને ગામના જ કિરણસિંહ પટેલે ધમકી આપી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે છે. તું મોટી ચેરમેન થઈ ગઈ છે અને તે તારા ઘરની આજુબાજુમાં સીસીટીવી કેમેરા ગોઠવી દીધા છે તો શું કરી લઈશ તેમ જણાવી ધમકી આપી હતી. આ બાબતે શહેરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

(2:08 PM IST)