તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
વિધાનસભાની વાવ બેઠકની બુધવારે પેટાચૂંટણી કુલ 3,10,681 મતદારો અને 321 મતદાન મથક
મહિલા ચૂંટણી અધિકારી સહિત 2000 જેટલો સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. 275 સ્પેશ્યલ પોલિંગ સ્ટેશન ઉભા કરાયા

બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે બુધવારે મતદાન હાથ ધરાશે. જેની મતગણતરી આગામી 23 નવેમ્બરે મત કરવામાં આવશે. તંત્રએ પેટા ચૂંટણી માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. વાવ વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 3,10,681 મતદારો નોંધાયેલા છે. મતદાન માટે કુલ 321 મતદાન મથક બનાવાયા છે. મહિલા ચૂંટણી અધિકારી સહિત 2000 જેટલો સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. 275 સ્પેશ્યલ પોલિંગ સ્ટેશન ઉભા કરાયા છે. તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
