<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મેડિકલ કાઉન્સિલ એક્શન મોડમાં :સુઓમોટો લઈને સત્તાધીશોને નોટીસ ફટકારી

સાત દિવસમાં બે દર્દીઓના મૃત્યુ મામલે રિપોર્ટ આપવા તાકીદ :હોસ્પિટલની તમામ વિગત સાથે સસતાધીશોને હાજર થવા આદેશ :સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી

અમદાવાદ : અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હવે મેડિકલ કાઉન્સિલ એક્શન મોડમાં આવ્યું છે અને બે દર્દીઓના મોત મામલે ગંભીર નોંધ લીધી છે, આ મામલે સુઓમોટો લઈને સત્તાધીશોને નોટિસ ફટકારી છે, 

 મેડિકલ કાઉન્સિલ તરફથી આ સમગ્ર મામલે રિપોર્ટ કરવા તાકીદ કરાઈ છે અને તમામ વિગતો સાથે સાત દિવસમાં હાજર થવા આદેશ આપ્યો છે 

 અમદાવાદ એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.

 કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની  એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને  7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં  સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતાં પરિવાજનો રોષે ભરાયા છે અને સ્વસ્થ વ્યક્તિના ટ્રીટમેન્ટ બાદ મોતનો આક્ષેપ લગાવી રહ્યો છે

(8:31 PM IST)