તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
બ્લોકના કારણે વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે
બ્લોકને કારણે 13.11.2024 થી 17.11.2024 સુધી રિશિડ્યુલ સમય મુજબ ચાલશે. રૂટ પરના અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં સમાન ફેરફાર:આ ટ્રેન સાંજે 6-15 વાગ્યે ઉપડશે

રાજકોટ :બ્લોકના કારણે વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેન વેરાવળ સ્ટેશનથી 1 કલાક 15 મિનિટ મોડી ઉપડશે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-ભક્તિનગર સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે 13.11.2024 થી 17.11.2024 દરમિયાન લેવામાં આવતા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનનું સમયપત્રક રિશિડ્યુલ કરવામાં આવ્યું છે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય સાંજે 5 વાગ્યાના બદલે 1 કલાક 15 મિનિટ બાદ એટલે કે સાંજે 6-15 વાગ્યે ઉપડશે.
બ્લોકને કારણે ઉપરોક્ત ટ્રેન 13.11.2024 થી 17.11.2024 સુધી રિશિડ્યુલ સમય મુજબ ચાલશે. રૂટ પરના અન્ય સ્ટેશનો પર ટ્રેનના સમયમાં સમાન ફેરફાર કરવામાં આવશે. રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.
આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
