તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 12th November 2024
હજી કડકડતી ઠંડી માટે જોવી પડશે રાહ: જાણો ક્યાં શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન ?
હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ પણ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી

અમદાવાદ :નવેમ્બર મહિનાના 12 દિવસ થઇ ગયા છે. જોકે ગુજરાતમાં હજી પણ ઠંડી જામી નથી. લઘુત્તમ તાપમાન થોડું નીચું જવાથી રાત્રે અને વહેલી સવારે આછી ઠંડી અનુભવાઈ રહી છે. જોકે દિવસ દરમિયાન હજી પણ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ પણ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદમાં મહત્તમ તામપાન 35.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું.
આજે રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 37 ડિગ્રી, ડીસામાં 36.7, સુરેન્દ્રનગરમાં 36.3, વલ્લભ વિદ્યાનગરમાં 36.1, કંડલા પોર્ટમાં 36.1, ભુજમાં 35.8, અમદાવાદમાં 35.5, ગાંધીનગરમાં 35.4, નલિયામાં 35.2, પોરબંદરમાં 35.2, વેરાવળમાં 35, કેશોદમાં 34.7, વડોદરામાં 34.6, સુરતમાં 34.6, અમરેલીમાં 34.4, દ્વારકામાં 34, ભાવનગરમાં 33.9, મહુવામાં 33.6, ઓખામાં 32.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 17.2 ડિગ્રી, નલિયામાં 18, કેશોદમાં 18, મહુવામાં 18.3, વડોદરામાં 18.8, ગાંધીનગરમાં 19, રાજકોટમાં 19.6, ડીસામાં 19.8, પોરબંદરમાં 19.8, અમદાવાદમાં 20, ભાવનગરમાં 21, સુરેન્દ્રનગરમાં 21, ભુજમાં 21.4, સુરતમાં 21.8, વલ્લભ વિદ્યાનગરમાં 22.2, વેરાવળમાં 22.9, કંડલા પોર્ટમાં 23.6, દ્વારકામાં 24, ઓખામાં 26 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
